Book Title: British Hindusthanno Arthik Itihas Part 01
Author(s): Uttamlal K Trivedi
Publisher: Hiralal Tribhovandas Parekh

View full book text
Previous | Next

Page 382
________________ બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૩૭૧ પણ વસુલ થતાં નહિ અને હિંદુસ્તાનનું સામ્રાજ્ય સંપાદન કરવામાં ગ્રેટશ્ચિટને એક અરધી પણ આપી નથી. લે સ્લીના સિધાવ્યા પછી પાછું સરવૈયું સરભર થવા માંડયું. અને ૧૮૧૩ અને ૧૮૧૪ ની વચમાં હિંદુસ્તાનના શાન્તિને ચાલનારા કાર્યભારીઓએ એક કરોડ ત્રીસ લાખમાં ખરચ લાવી મૂકયું; એટલે વર્ષે દહાડે વીસથી ચાળીસ જેટલી પુરાંત બતાવાઈ; તેથી નિયંતાઓના આત્માને કરાર થયે. પણ વળી મકસ ઑફ હેસ્ટિંગ્સના યુદ્ધપરાયણ કારભારમાં આ પુરાંત પાછી અદૃશ્ય થઈ અને ૧૮૧૮ માં જ્યારે છેલ્લું મરાઠા યુદ્ધ પુરૂં થયું, ત્યારે વળી પાછી નુકશાની જણાઈ. પણ ૧૮૨૨ માં વીસ લાખની પુરાંત બતાવીને હેસ્ટિંગ્સ નિયંતાઓને કંઈક શાન્ત કર્યા. હજી સુધી મુંબાઈ પિતાનું ખરચ આપતું નહતું. દસ લાખની ખોટ પેશ્વાનો મુલક ખાલસા કર્યો પાંચ વર્ષ થયાં પછી પણ મુંબઈમાં જણાતી; અને બંગાળામાં ત્રીસ લાખની સીલક રહેતી. એટલે શુદ્ધ સત્ય પરાયણતાથી કહી શકાય કે વેલીના યુધ્ધોથી માંડીને માકેર્નેસ હેસ્ટિંગ્સના યુધ્ધનાં નાણાં પણ અચળ આકાર વાળા બંગાળામાંથી પુરાં પડતાં. લે એહર્ટના બ્રહ્મદેશના યુધે વળી સરવૈયું ફેરવી નાંખ્યું અને ૧૮૨૪ થી ૧૮૨૭ સુધી પાછી ખેટ જણાઈ. આ વખતે હિંદુસ્તાનની ઉપજ બે કરાડ વીસ લાખ સુધી પહોંચી હતી, કારણ કે સામ્રાજ્યની સીમામાં વધારો થયો હતો, અને જમીનની મહેસુલ સખ્તાઈથી ઉઘરાવાતી હતી. પણ એ અરસામાં ખરચ પણ એક કરોડ ઉપર ત્રીસથી ચાળીસ લાખ સુધી પહોંચ્યું હતું. તે પછી લૉર્ડ વિલ્યમ બેન્ટિકે દાખલ કરેલી શાન્તિ કરકસર અને સુધારાની રાજ્યનીતિના આશ્ચર્યકારક પરિણામો જણાયાં. રાજ્યકોષના સુધારક તરીકે પણ બેન્કિ હિંદુસ્તાન આવેલા કાર્યભારીઓમાં અનન્ય છે. હિંદુસ્તાનમાં રાજ્યકોષના સુધારાનો સમાવેશ કરકસરમાં જ થાય છે, કર લેવાના સાધન શોધવામાં નહિ; કેમ કે તેવાં સાધનો વિદ્યમાન નથી. જમીનની વધુ

Loading...

Page Navigation
1 ... 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408