________________
૩૪૬
પ્રકરણ ૮ મું.
૧૮૪૭ માં ગેઇસમિડ, વિગેટ અને ડેવિડસનના સંયુક્ત રિપોર્ટથી આ અનુભવ એકત્રિત થયો.
સંયુક્ત રિપોર્ટમાં સમજાવ્યું છે તે પ્રમાણે આ જમાઇન્દીનાં નીચેનાં ધોરણે હતાં.
૧. આ જમાઇન્દી ખેતરવાર આકારથી મુકરર કરવામાં આવી હતી. આખી સીમ અથવા ખાતાના સમગ્ર આકારથી નહીં.
૨. તેને આધારે મુકરર કરેલી સાથે ત્રીસ વર્ષના લાંબા પટા કરી આપવામાં આવ્યા હતા; પ્રથમ જે ટુંકી મુદતના પટા હતા તેને બદલે.
૩. ઉપજના અંદાજનું ધોરણ બાજુ ઉપર મૂકી જમીનના કસ અને ગુંજારના ધોરણ ઉપર જમીનની કિંમત આકારીને આંકણું થઈ હતી. આ બાબત સંયુક્ત રિપોર્ટમાંથી થોડા ઇન્તખાબથી સ્પષ્ટ થશે.
જ્યાં સુધી ખેડૂત પિતાના ખાતાને આકાર ભરે જાય ત્યાં સુધી તેના ખાતાની જમીન ઉપર તેને હક અક્ષર છે. એની સાથે સાથનો કરાર વર્ષોવર્ષ નો થાય છે એ વાત છે કે સાચી છે તે પણ અને ખેતર દીઠ આકાર મુકરર કરવાથી એક એ સગવડ થઈ છે કે જ્યારે તેને જરુર પડે ત્યારે જે ખેતર મૂકવાં હોય તે મૂકી શકે છે, અને વળી ઈચ્છા થાય ને પડતર પડેલાંમાંથી બીજા લેવાં હોય તે લઈ શકે છે, એટલે એની સ્થિતિના પ્રમાણમાં પિતાના ખાતાની જમીનમાં ઈષ્ટ ઘટાડે વધારો કરવાનું તેને બની આવે છે. ત્રીસ વર્ષને માટે લાંબા પટા કર્યાથી આપણી માપણીએ ખેડુતને ફાયદો એટલો કરી આપ્યો છે કે ત્રીસ વર્ષના પટાને તમામ નફે તેને મળે, છતાં ખાતામાં વર્ષોવર્ષ ફેરફાર થઈ શકે; એટલે જે વર્ષે જેટલી જમીન તેના હાથમાં હોય તેટલી જમીનને આકાર તે વર્ષે તેને સરકારને ભાર પડે, તે સિવાય બીજી કોઈ બંધણીમાં તેને પડવાનું નહિ.