________________
બ્રિટિશ હિંદુસ્તાનની આર્થિક ઇતિહાસ.
૩૧૦
આના કરતાં વધારે સારી પસંદગી થઇ શકત નહિ, એલ્ફિન્સ્ટન મનેાથી લીસ વર્ષે નાના હતા; તેનામાં મ્હેસુલી કામ કરવાની તેમના જેવીજ શક્તિ હતી; લેકેાને માટે એમના જેટલાજ અનુરાગ હતા, તેમના જેવીજ સાક્ષરવૃત્તિ અને ભારતસામ્રાજ્યની આબાદી વધારવાની વિશાળ અને એક રાજપુરૂષને છાજે તેવી અભિલાષા હતી. ઓગણીસમા સૈકાના પહેલા ભાગમાં હિંદુસ્તાનને સદ્ભાગ્યે લેાકાનુરાગી અને કાર્યદક્ષ રાજ્યપુરૂષા મળી આવ્યા હતા પણ મદ્રાસમાં મા અને મુંબઇમાં એલ્ફિન્સ્ટન એ બન્ને કંપનીના ખીજા નાકરાને મુકાબલે ઘણાજ ઊંચા હતા એમ કહેવામાં તે નાકરાને ગેરઇનસાક્ નથી થતા. ઓગણીસમા સૈકાના પાછળના ભાગમાં આ વર્ગના રાજ્યપુરૂષે ટી ગયા એથી દરેક વિચારશીલ પુરૂષને શેાક થાય છે.
પેશ્વા પાસેથી જીતેલા મુલક સબધી એલ્ફિન્સ્ટને ૧૮૧૯ માં એક યાદી ગવરનર જનરલને મેકલાવી હતી તે યાદીમાં તે દેશના એક કુશલ કલમે લખાયલા હેવાલ છે; અને તેમાં જમાબંધી વગેરેને માટે લીધેલાં પગલાંનું વર્ણન છે. તે યાદી ઘણી લાંબી છે. અહીંઆં તેમાંથી ઘેાડાક ઉતારા લઇએ,
ગ્રામસ સ્થા.
આપણે જે દૃષ્ટિબિન્દુથી દક્ષિણના સ્વદેશી રાજ્યનું અવલેાકન કરીએ તેમાં પહેલી અગત્યની વાત ગ્રામસ ંસ્થા અને નગરત્વના વિભાગની યાજના છે. આ સંસ્થાએમાં એક નાની રાજ્યરચનાનાં સર્વ સાધતા વિદ્યમાન જણાય છે; અને તેમને બહારના રાજ્યતંત્ર અદશ્ય થાય તેપણુ પોતાનું રક્ષણ કરવાને તે શક્તિ ધરાવે છે. જોકે ઘણે અંશે એક સારી રાજ્યરચનાને તે અનુકૂલ ન હેાય, તાપણ નઠારી રાજ્યરચનાની ખામીઓને માટે તે તે ઉત્તમ ઉપાય છે. તેની ભેદરકારી અને નબળાઇની ખરાબ અસરેને તે અટકાવે છે અને વિશેષમાં તેના ત્રાસ અને જુલમને સામે ક ઇંક ટકાવ પણ કરી શકે છે.