________________
૨૨૮
પ્રકરણ 2 મું.
દક્ષિણ દક્ષિણમાં મિ. ચેપ્લિન એલ્ફિન્સ્ટન પછી કમિશનરના અધિકાર ઉપર આવ્યા. તેના ૧૮૨૧ ના નવેમ્બર અને ૧૮૨૨ ના ઓગસ્ટના રિપોર્ટનાં બીજા પાંચ પાનાં ભરાયાં છે.
પુના, અહમદનગર, ખાનદેશ, ધારવાડ, સતારા અને દક્ષિણની જાગીરોની વસ્તિ ચાળીસ લાખની અડસટવામાં આવી હતી. પ્રથમ જે જમાળન્દી થઈ તેમાં મનની તૈયતવારી અને મદ્રાસ રવિન્ય સભાએ યોજેલી ગ્રામસંસ્થાની રીતિને સંયોગ કરવામાં આવ્યો હતે. જે જમાબન્દી થઈ તે યિતવારી પદ્ધતિની કહેવામાં તેમજ વાસ્તવિક રીતે હતી. પણ જૂદા જૂદા ખેડુતોને વહેંચી આપવાની બાબતમાં ગામના અધિકારીઓને સારી છૂટ આપી હતી. નાના ફડનવિસના વખતમાં જે રીત ચાલતી હતી, તેનાથી આ નવી રીત વસ્તુતાએ જુદી ન હતી; ફેર એટલો જ કે મામલતદારને એમાં વધારે ઘટાડે કરવાનો હકક ડે હતે. રૈયત આપવાની રકમ, ખેતી તથા પ્રથમ જે લેવામાં આવતી રકમ, એ બેને હિસાબે મુકરર કરવામાં આવતી; અને રાજ્યકક વસુલ કરવામાં પ્રથમ કરતાં સખ્તાઈ વધારે રહેતી. ૧૮૧૭ માં નવા પ્રાંતની ઉપજ ૮,૦૦,૦૦૦ પાઉંડ હતી, તે ૧૮૧૫ માં ૧૧૫૦૦૦૦ પાઉંડ જેટલી થઈ અને તે પછી થોડા વર્ષના અરસામાં ૧૫૦૦૦૦૦ પાઉંડ સુધી પહોંચી. ગામડાંઓના સ્થાનિક અધિકારીઓની સત્તા કમી કરવા માંડી. કમ્પનીના નોકરોને દરેક શખસ જેડે વધારેને વધારે સંબંધમાં આવવાનું ગમવા લાગ્યું; અને તે પછી થોડા જ વખતમાં મદ્રાસની પેઠે મુંબાઈમાંથી પણ ગ્રામસંસ્થાઓ વસ્તુતાએ નાબુદ થઈ ગઈ.
ખાનદેશ, આ છેલ્લા કેપ્ટન બ્રિગ્સના વહિવટ નીચે હતો. આ ગૃહસ્થ તે હિંદુસ્તાનના ન્ડ ટેકસ” ( જમીનને હ૪ ) એ પુસ્તકનો કર્તા અને પાછળથી ફેરીસ્તાના