________________
બ્રિટિશ હિંદુસ્થાનને આર્થિક ઇતિહાસ ૩૩ ન સડેલું કે તેના પછીની બ્રિટિશ સરકાર વરસુતાએ દક્ષિણના ખેડૂતોને મિરાસી હજત કરશે. મિ. ચેપ્લિને પોતાના લાંબા રિપોર્ટના છેવટના ભાગમાં લોકો સાથે હળી મળીને ચાલવાની બાબતમાં તાબાના ધગ્રેજ અમલદારોને ઉદ્દેશીને એક મોટું ભાષણ કર્યું છે.
આ કિમતી રિપેર્ટ મળ્યા પછી મુંબઇના ગવર્નર માઉન્ટટુઅર્ટ એલ્ફિન્સટને તમામ જીતાયેલા પ્રદેશની માપણી અને જમાબંદી કરવાના હુકમ કહાષા. દરેક ગામમાં પાટીલની સત્તા સાચવી રાખવાનો આગ્રહ કર્યો, જમાબન્દી હલકી રાખવાની અને સરખી રીતે વહેંચી આપવાની ભલામણો કરી અને દરેક પ્રકારના કબજા, ભોગવટા, ખેડૂત હકે કાયમ રાખવાની સલાહ આપી. સામાન્ય માપણી કરવાના હુકમે અધિષ્ઠાતમંડળને પણ સતિષ આપે.
દક્ષિણના કમિશનરે ૧૮૨૪ માં અને પછીથી ૧૮૨૫ માં માપણીના કાનના મુસદ્દા મોકલ્યા. મદ્રાસમાં સર ટોમસમોએ જમીનના કરનું પ્રમાણ ઘટાડીને ઉપજ નીપજનો ત્રીજો ભાગ નથી કર્યો હતે; અને ચેપ્લિને દક્ષિણ માટે સુધારેલા સર્વે કાનુને સાથે રવાના કરેલા સરકયુલરમાં તે જ પ્રમાણ રાખ્યું. આ સખ્ત સરકાર હકને લીધે દક્ષિણ હિંદુસ્તાનમાં ખેતીની આબાદીની પાયમાલી થઈ છે. મદ્રાસમાં રાજ્ય હકની વધારેમાં વધારે હદ તરીકે આ નિયમ હજુ કાયમ છે. મુંબઈમાં હદ મુકરર કરવાનો વિચાર જ માંડી વાળવામાં આવ્યું છે, અને જે જમાબંદી બીજી ગણત્રીથી ઠરાવવામાં આવી છે તે ઘણીવાર ઉપજ નિપજના ત્રીજા ભાગ જેટલી અથવા વધારે થવા જાય છે.
સામાન્ય માપણી કરવાની દરખાસ્ત હજુ લટકે છે. માઈસ્યુઅર્ટ એલ્ફિન્ટને દક્ષિણમાં ગામત રીવાજ કાયમ રાખવાનો પ્રયત્ન કર્યો. ઉપર જણ