________________
•
પ્રકરણ ૮ મુ.
ઉપરાંત બે છે અને તે ધીમે ધીમે ધનહીન થતી જાય છે. કલેકટરને આ હકીકત જાહેર રીતે સ્વીકારવાનું ગમતું નથી. વખતો વખત કઈ બહુ સમર્થે કલેકટર આવે છે તે લોકો ઉપરથી બીજે કમી કરવાની સાથે પિતાના ઉદ્યોગ અને હું શીઆરીથી રાજ્યને ઉપજ વધારી આપે છે, પણ સામાન્ય રીતે શોકપ્રદ ચિત્ર આપવાનું તેઓ દૂર જ રાખે છે. કારણ કે એમ મનાય છે કે તેથી તેમની પિતાની નાલાયકી જણાય છે અને મદ્રાસ અને કલકત્તેથી સેક્રેટરીઓના ઠબકાને તેઓ પાત્ર થાય છે. અને આ કલકત્તા અને મદ્રાસવાળાઓને ખુ લાસા આપવાની ફરજ પડે છે ત્યારે તેઓ સર્વાધિષ્ઠાતાઓ વધારે ને વધારે પૈસાની માગણી કરે છે એ નિમિત્ત લાવે છે.
મને ખાત્રી થઈ છે કે આપણું સામ્રાજ્ય સુખી અને ટકાઉ કરવા માટે લેક પાસેથી નાણાં ઓછાં લેવાની, જે લેવાય તેમાંથી દેશમાંને દેશમાં વધારે ખરચ કરવાની, હિંદુરતાનના ઉદ્યોગો માટે યુરોપમાં કંઈ માગણી ઉત્પન્ન કરવાની, અને પિતાના જ લોક ઉપર અધિકાર ભોગવવામાં લોકોને વધારે ભાગ આપવાની જરૂર છે.
ઉપરથી જણાશે કે અમલદાર વર્ગ લેકના ઉપર ગજા ઉપરાંત બને છે એમ જાણતા હતા, છતાં તેઓ ઉઘાડી રીતે તે પ્રમાણે કહેવાને નારાજ હતા. પણ આ અમલદારોને જ્યારે પુછવામાં આવ્યું ત્યારે તેમણે પોતાના અભિપ્રાયો સ્પષ્ટ શબ્દોમાં અને ભાર દઈને કહી બતાવ્યા, એથી એમને માન ઘટે છે.
આવા અમલદારોમાં એક રોબર્ટ રીચર્ડ હતા. તેમના જવાબોમાંના થડા નીચે આપ્યા છે.
જ્યારે હિંદુસ્તાનમાં લેવાય છે તે પ્રમાણે ઉપજ નિપજને અડ ભાગ રૈયત પાસેથી રાજ્ય લે, અને જેમના ઉપર અંકુશ રાખવાનું અશક્ય થઈ પડે તેવા સંખ્યાબંધ અમલદાર આ ઉપજ ઉઘરાવવામાં નીમાય, ત્યારે