________________
૩૩૬
પ્રકરણ ૮ મું.
વાયું તે પ્રમાણે રૈયતવારી રીત અને ગામાતની રીતને સંગ કરવાને તેને ઇરાદે હતે. માપણી કર્યા પછી દરેક ખેડૂતને શું આપવાનું આવે છે, તે નક્કી કરવું, અને પછી તે પાટીલની માર્કત દરેક ગામમાંથી ઉઘરાવવું; આવે તેને ઇરાદો હતો. “માપણીથી પ્રત્યેક ખેડૂતના હક્ક અને જવાબદારી નક્કી થશે, અને તે પછી અમુક વર્ષને માટે ગામ પાટીલને ઈજારે આપી શકાશે.”
કબૂલ કરવું જોઈએ કે આ દરખાસ્તમાં એક આરંભની જ ભૂલ હતી. જે માપણી કરીને ગામના પટેલનો અને પંચને ખેડૂતોમાં જમા બદીની વહેંચણ કરવાને હક લઈ લેવાનું હતું તે, પટેલ અને પંચ કાયમ રાખવાનો શો અર્થ હતે? પૂર્વે સેંકડો વર્ષોથી ચાલતે આવેલ પટેલનો અધિકાર લઈ લેવાની ઇચ્છા હતી તે ઈજારા તરીકે તેમને કાયમ રાખવાની શી જરૂર હતી ?
મદ્રાસે આ સવાલની બાબતમાં તાત્વિક સિદ્ધાન્તને ઘારણે લડાઈ કરીને નિશ્ચય કર્યો હતો. મદ્રાસની રવિન્યસભા ( Board of Revenue) તદન સંયુકત વ્યવહારના સિદ્ધાન્તને અનુમોદન આપનારી હતી; અને ગામાત સંસ્થા અને તેની સત્તા તેવી ને તેવી બળવાન રાખવાની તેમની ઇચ્છા હતી. ટોમસમ તદન વ્યક્તિવાદી હતા, અને રાજ્યનો દરેક ખેડૂત સાથે પ્રત્યક્ષ વ્યવહાર રહે એમાં આગ્રહી હતી. એટલે જમીનની મહેસુલના સંબંધમાં ગામાતના અધિકારીઓની કંઈપણ દરમિયાનગિરી જોઈએ નહિ એવા અભિપ્રાયો હતો. ટૅમસમન ફાવ્યો, અને મદ્રાસની ગામાતે એકદમ નિર્જીવ થઈ ગઈ અને તેમને બીજી સત્તા આપીને જીવતી રાખવાની મનની ધારણા નિષ્ફળ ગઈ.
આ પ્રયોગ અને પરિણામોને બોધ સ્પષ્ટ હતો. હિંદુસ્તાનમાં ગામાત કાયમ રાખવાનું મૂળથી જે સાધન હતું; તે જ એક સાધન હતું એટલે ગામની અંદરની મહેસુલની વહેંચણું ગામપંચના હાથમાં જ રાખવી. જમીનની ઉપ