________________
પ્રકરણ મું.
સકે એવા જમીન ઉપરના હકો અમારા ખેડુતોને બળવાન ભોગવટો છે. ‘જમીન પ્રજાની છે, રાજ્યની નહિ; અને રાજ્યને મિરાસદાર પાસેથી કર રૂપે નિયત રાજહક લેવાને જ હક બીજા કશાને નહિં.
કેપ્ટન રેબન કુટુંબના સહીયારા કબજા ભગવટાનાં ગામડાંઓ સંબંધમાં જે લખે છે તે પણ સમજવા જેવું છે.
મિશસી હકની બાબતમાં જે કાગળ અને પત્રકો માટે જોવામાં આવ્યાં છે, તે ઉપરથી આટલું નિઃશંક જણાય છે કે, પૂર્વના કાળમાં ગામનાં ગામ અમુક કુંટુંબોમાં વહેંચાયેલાં હતાં. એમના વંશજોના સમૂહને “જૂથ' કહે છે અને મૂળની જમીન તેઓ પોતે અત્યારે સહીયારી ભગવે છે, એવું અનુમાન થાય છે. અને તેઓ, સંયુકત કબજેદાર તરિકે, જે જમીન તેમના કબજામાં હોય તે ઉપરના રાજ્ય અને બીજા હક્ક આપવાને પાત્ર છે. સરકાર અથવા બીજા જૂથે એક જૂથને સરકાર હક્ક વગેરે ઉઘરાવવાના કામ સારૂ, મોટપના ધેરણસર પસંદ કરે છે; અને તેજ તમામ હક આપવાને સરકાર વગેરેને જવાબદાર ગણાય છે. અને આ રીતે તેઓ હક્ક અને જવાબદારી બન્ને સંયુક્ત વ્યવહારથીજ ભોગવે છે. આવી રીતે પસંદ કરાયેલા જૂથના શખસ પાટીલ એ નામથી ઓળખાય છે, અને મૂળથી એ અથવા બીજું કઈ ઓળખાણનું નામ એમને મળેલું હેય છે. અને આ બધામાંથી મોટપના હઝવાળી શાખાઓને જે પુરૂષ વસ્તુતાએ અધિકાર ભોગવતે હોય તે મુકાદમ એ નામથી ઓળખાય છે, તે, ગામ લેકની મરજીથી અને સરકારની નિમણુંકથી એક મેજીસ્ટ્રેટ છે. ઈંગ્લંડમાં જે કાયદાઓને એક કેરીપોરેશનના કહીએ, તેવા કાનુનને અમલ કરાવવાની તેની સત્તા છે; પહેલાં તે આખા ગામરૂપ સંસ્થાના સંસ્થા તરિકેનાં જે ખરચ થાય તે ખરચ માટે અને પટેલ તરીકે પોતાને મોભો સાચવી રાખવા માટે જે રકમ જોઈએ, તે બાબત ઉઘરાણું કરી