________________
उ२४
પ્રકરણ ૮ મું.
એટલા માટે મારી દરખાસ્ત છે કે આ દેશી પદ્ધતિ સાચવી રાખવી; અને તેને દુરુપયોગ બંધ કરે અને તેના સત્ત્વનું સંજીવન કરવાનાં પગલાં લેવાં. આ પ્રયોગ દેશીઓને પણ કોઈ મોટા ફેરફાર કરતાં વધારે પસંદ પડશે, અને જો તે નિષ્ફળ થાય તો આપણી અદાલત દાખલ કરતાં કંઈ વાર નહિ લાગે.
આપણાં મુખ્ય સાધન તરીકે પંચાયત રહેવી જ જોઈએ; અને તેના સંબંધમાં કાંઈ નવા કાયદા કાનુન કે દરમિયાનગિરી આપણા તરફની હવે જોઈએ નહિં.”
ઉપરના ઉતારુઓ ઉપરથી જણાશે કે એલ્ફિન્સ્ટનનો વિચાર મરાઠા એની સંસ્થાઓમાં જેટલું સારું હોય તેટલું સાચવી રાખવાનો હતે. એલ્ફિર
ન્ટનની પછી આવનારા અમલદારો ફેરફારો દાખલ કરવામાં આટલાજ સાવધાન રહ્યા હોત તો આપણા દેશને માટે ઘણું સારું હતું, પણ તે પછીના અધિકારીઓના વહીવટ નીચે ગામાતો અદશ્ય થઈ ગઈ છે અને વધતી જતી મહેસુલની માંગણીથી ખેડુત માલીકોના મુકરર રાજ્યહકકે આપે જવાની શરતે પોતાની જમીન ધારણ કરવાના હકકો નાબુદ થઈ ગયા છે.
એલિફન્સ્ટનની મોટી શક્તિને લીધે રાજ્યચક્રના સર્વોપરિ અધિકારી થવાની તેની યોગ્યતા સ્પષ્ટ જણાઈ આવી; અને સર ટોમસ મનની મદ્રાસના ગવર્નર તરીકે નિમણુક થઈ તેની અગાઉ એક વર્ષ ઉપર એટલે ૧૮૧૯ માં મુંબઈના ગવર્નર તરીકે એલિફન્સ્ટનની નિમણુક થઈ. એના આઠ વર્ષના અમલ દરમિયાન મુંબઈ ઇલાકામાં વાજબી જમાબંદી કરવાના તેના પ્રયત્નોને ટુંકે હેવાલ આપવાની જરૂર છે.
ભરૂચ,
૧૮૨૧ માં ગવર્નરે ભરૂચની મહેસુલના સંબંધમાં એક યાદી લખી છે