________________
બ્રિટિશ હિંદુસ્થાનનો આર્થિક ઇતિહાસ ૩૨૫ તેમાં બ્રિટિશ સામ્રાજ્ય નીચે જમીન મહેસુલને જે વધારો શરૂ થયો હતો તે બાબતનો પોતાની નાખુશીની નોંધ કરી છે. લખે છે કે –
મહેસુલને અાંકડે ગામે ગામ આખા ગામને માટે મુકરર થાય છે અને વ્યકિતઓની સ્થિતિની તપાસ થતી નથી. વર્ષોવર્ષ, ઉપજ લેવાને વખતે એકાદ વંશપરંપરાના મહેસુલી અધિકારીને મોલની તજવીજ કરવા મોકલે છે. તે એક પત્રક બનાવે છે. તેમાં જમીનની જાત પાક વગેરેની નોંધ કરેલી હોય છે અને ખેતરવાર અંદાજ ઉપજના આંકડા ભર્યા હોય છે. આને સરવાળો કર્યો એટશે તે ગામની કુલ દાણાની ઉપજનો આંકડો નીકળી આવે છે. સાધારણ ધોરણ એ છે કે દાણાના વેચાણની જે પેદાશ આવે તેનું અરધ સરકારે લેવું અને અરધ રૈયતને રહે.
હમેશાં કોઇપણ આંકણી ભારે છે કે હલકી તે સમજવું મુશ્કેલ છે. પણ અહીં જે એજના અમલમાં છે તે ઉપરથી તે અશક્ય છે. આ વર્ષમાં સાડા ચાર લાખનો વધારો થયેલ છે અને આ બાબતનો વિચાર કરવાથી મને આનંદ થતો નથી.
અમદાવાદ,
એજ દિવસે ખેડા અને અમદાવાદની જમીનની મહેસુલના સંબંધમાં તેણે એક યાદી લખી છે, અને તેમાં પણ તેજ સાવધાની અને તેજ આનકાની જણાય છે.
અમદાવાદ જીલ્લામાં ગામડાંનાં ગામડાં સહુથી વધારે માગણી કરના રને આપવામાં આવે છે. આથી ઉપજનાં સર્વ સાધના મેદાનમાં આવે છે તેમજ ઈજારદારની સૂચનાથી પંચાયત દ્વારા વિટીના આંકડા વધારી દેવામાં આવે છે. આ બધાથી મહેસુલનો આંકડો બહુ ભારે થઈ જવા સંભવ છે.