________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૩૧.
કાર અને તે અધિકારની રકમો વંશપરંપરાની છે. સરકારની મંજુરીથી તેઓ તે વેચી શકે છે; પણ બહુ જરૂર વિના તેઓ તે વેચતા નથી, છતાં ઘણીવાર તેઓ ભાગદાર તરીકે કોઈને રાખે છે. પરંતુ જુના કબજેદારની મહતાને ખામી ન આવે તેવો બંદોબસ્ત કરવા તેઓ ચૂકતા નથી. પાટીલ એ પિલિસને મુખી છે, અને પિતાને ગામમાં ન્યાયના કામકાજને માટે પણ તેજ જવાબદાર છે, પણ અહીં તે મહેસુલી અધિકારી તરીકજ એનું. ઓળખાણ કરાવવા જરૂર છે.
આ દરજજામાં તે કલેકટર અથવા મામલતદાર મોટા પ્રમાણમાં જે કરે છે તે જ કામ ટુંકા પ્રમાણમાં કરે છે. જે ખેડુતને પિતાની જમીન ન હોય તેમને તે જમીન સંપી આપે છે, અને દરેકે શું આપવું તે તે ઠરાવે છે. તમામ રેયત પાસેથી સરકારને આપવાની મહેસુલ તે ઉઘરાવે છે. સરકાર . અને તેમના વચ્ચેની તમામ ગોઠવણે તેજ ચલાવે છે, અને ગામની ખેતીની અને સામાન્ય આબાદીને માટે શ્રમ લે છે. જોકે આરંભમાં તે તે સરકારને પ્રતિનિધિ હતો પણ હવે તે તે રેતનો પણ પ્રતિનિધિ લેખાય છે, અને સરકારના હુકમને અમલ કરવામાં તે જેટલો ઉપયોગી છે તેટલું જ તે રૈયતના હકકોનું રક્ષણ કરવામાં અથવા લેકની ફર્યાદે રજુ કરવામાં સરકાર આગળ પણ ઉપયોગી થાય છે.
મીરાઝદાર,
ખેડુતેનો મોટો ભાગ સરકારને તેમને હક આપવાની શરતે જમીનના માલીક છે. તેમની મિલકત વંશપરંપરા ઉતરી શકે છે અને ચહક્ક વાળી છે.
જ્યાં સુધી તેઓ સરકાર આપે જાય ત્યાં સુધી તેમને કબજે લઈ શકાતે નથી અને એટલું જ નહિ પણ કદાચ ન ભરાય તોપણ ત્રીસ વર્ષ સુધીમાં સરકારની લાગત ભરીદે તે પિતાની જમીન ફરીથી કબજે લેવાનો તેમનો હક ઉભો