________________
૧૬૦
પ્રકરણ ૪ થું.
કર્ણાટક,
છે. બુકનન જ્યારે કર્ણાટક ગયા ત્યારે તે ખાલસા થયેલું ન હતું. એટલે વાસ્તવિક રીતે કંપનીના વહીવટમાં છતાં નામમાં તે આકોર્ટના નવાબનું જ લેખાતું હતું.
આર્કોટ જતાં બુકનને એક બીજું ભવ્ય જુનું હિન્દુ તળાવ જોયું. “આ તળાવ આશરે આઠ માઈલ લાંબુ અને ત્રણ માઈલ પહોળું છે અને તે ઘણા વિસ્તારની જમીનમાં પાણી પહોંચાડે છે.” આ સાર્વજનિક બાંધકામ જોઈને તેને અપૂર્વ સંતોષ થ; કારણ કે તે “ઘણા લોકોને તેમની સ્થિતિમાં જે સુખ ભોગવી શકાય તેમાંનાં ઘણાં સુખ પુરાં પાડે છે.”
અહીંથી આટને રસ્તો ખરાબ હતા, ગાડાં પણ ચાલી શકે નહિ. છતાં લકે બળદનાં ગાડામાં મુસાફરી કરતા અને મુસલમાન સ્ત્રીઓ વખતે ધળી ચાદર ઓઢી બળદ ઉપર સવારી કરતી. આર્કટ શહેર મોટું છે. ત્યાં જડાં સુતરનાં કપડાં બને છે. ઘરોની બાંધણી મદ્રાસ જાગીરના જેવી; આસપાસની ટેકરીઓ વેરાન છે અને જલદી નાશ પામતા પથ્થરની બનેલી છે. આકોટ અને પશ્ચિમની ટેકરીઓના મુલકની કેટલીક જમીન સારી છે, ત્યાં વખતે બગીચા થાય છે અને આકાશી મોલ પણ થાય છે. બાકીની તમામ જમીન ઉજજડ છે.”
આર્કિટથી વેલોરને અને વેલેરથી પલીગડાને રસ્તો પાર નદીની ખીણમાં ચાલે છે. આ દેશ લીલે અને ફળદ્રુપ છે. વેલરને કીલે મોટો છે, સુંદર છે. અને શહેર પણ મોટું અને હિંદુ રીતે બાંધેલું છે. પણ રસ્તા ઉપરનાં ગામડાં દુઃખી અને દરિદ્ર છે. અને કેટલાંક તે છેક પાયમાલ થયેલાં છે. પાલીગેડાના લોકો પણ નદીમાંથી છ સાત ફીટ ઉંડી ડેર ધારાએ