________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૭૭ સલેમને કંપનીને વેપારી આડતીયાએ ડે. બુકનનના આવતા પહેલાં થોડા માસ ઉપર આ મુલકની મુલાકાત લીધી હતી; અને કમ્પનીની ખરીદીને માલ પેદા કરવા વણકરોને નાણું ધીર્યા હતાં. તેમને બંગાળાના બાસ્તાને મળતું સાકાર નામનું કપડું વણવાનું સોંપ્યું હતું. તે ૩૬ યુનિટ લાંબુ અને ૨ યુબિટ પહોળું થતું
દક્ષિણ તરફ હોળી ખેતીવાળા મુલકમાં મુસાફરી કરતાં કરતાં ડા. બુ. કનન તા. ૨૮ મી અકટોબરે કાઈટુર પહએ. ત્યારે રાજા તે રાજ્યના મૂળપુરૂવથી ત્રીસમી પેઢીએ હત. આરંભમાં તે કુટુંબ મદુરાના રાજાને ખંડણી આપતું પણ પાછળથી મહેસુરની ધુરા નીચે આવ્યું. મહૈસુરના યુદ્ધોમાં આ જગાને ઘણું નુકશાન પહોંચ્યું હતું; પણ હાલમાં તે પાછું ઠેકાણે આવતું હતું અને આ વખતે ૨૦૦૦ ઘર તેમાં હતાં.
પડોશમાં ડાંગરની જમીન ઘણી હતી, જેને નોયલ નદીમાંથી કહાડેલી હેરોમાંથી પાણી પાવામાં આવતું હતું. આ જમીન ઉપર રાગી અને એવા બીજા મૌલો લેવાતા હતા. કેટલેક ઠેકાણે કપાસ અને તંબાકુ થતાં; અને શ્રીમંત ખેડુતો સોપારી અને નાળીએરની વાડીઓ કરતા. કોઈ ટુરથી પાંચ માઈલ ઉપર ટોપન બેટ આગળ લઢે ગાળતા હતા. આ જીલ્લામાં ૪૫૯ સાળો કામ કરતી. હલકી કોમોની સ્ત્રીઓ મોટી કાંતનારી હતી. સુતર ઉપર લાલ અથવા આસમાની રંગે જરૂર પ્રમાણે ચડાવાતા. કઈટુરના વણકરોને સલેમના આડતીઆએ બેવાર નાણાં ધીર્યા હતાં. વણકર પહેલાં દરેક સાલ ઉપર ૪ શીલીંગ એટલે બે રૂપિયાનો વેરો આપતા. કમ્પનીના રાજ્યમાં આ કર કહાડી નાંખી “ટાંપ ” વેરે નાંખ્યો હતો. વણકરોને આ વધારે સમ્ર લાગે હતો. અને દેશાધ્યક્ષને મૂળનો વેળો ચાલુ રાખી આ નવો વેરો બંધ કરવા અરજ કરી હતી પણ તેમાં તેઓ ફાવ્યા નહતા.
કાઇટુરની પૂર્વે ત્રિપુર-એક ખુલ્લું શહેર છે. તેમાં ૩૦૦ ઘર છે અને અઠવાડીએ આઠવાડીએ બજાર ભરાય છે. પડોશની ડાંગરની કયારીમાં વર્ષદહાડે
10