________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૯૧ છે. તેમાંથી ઇસ્ટ ઇન્ડિયા કમ્પનીના અમલમાં આપણા દેશની આર્થિક સ્થિતિ આ કાળે કેવી હતી તેને ખરો ખ્યાલ આપણને મળે છે.
દરેક ઠેકાણે કમ્પનીના રાજ્યના આવાગમનની સાથે લડાઈઓ અને તેફાન બંધ પડે છે; અને શાતિનું પુનઃ સ્થાપન થાય છે. પણ તેની સાથે જમીનનો આકાર અતિશય બંધાય છે, લેકોની સ્થિતિ તદન દરિદ્ર થાય છે. મહૈસુરના સ્વદેશી પ્રધાન પુર્ણ આના વખતમાં મહેસુરના દેશી રાજ્યની સ્થિતિ હતી તેના કરતાં પણ લોક સ્થિતિ વધારે ખરાબ હતી.
પ્રકરણ ૫ મું.
ઉત્તર હિંદુસ્તાન, ઉત્તર હિંદુસ્તાનનો મુલક અત્યારે જે સંયુકત પ્રાતોના નામથી ઓળખાય છે તે અંગ્રેજોના હાથમાં જુદે જુદે વખતે આવેલું છે. ૧૭૭૫ માં અયો ધ્યાના એક નવાબ મરી ગયા પછી તેના ઉત્તરાધિકારીની સાથે કરેલા સંધિ થી વોરન હેસ્ટિંગ્સ બનારસ અને તેની આસપાસનો કેટલોક મુલક મેળવ્યો હતો. અલાહાબાદ અને બીજા કેટલાક પ્રાતો લૈર્ડ વેલીને દબાણથી ૧૮૦૧ માં નવાબે ઈગ્રેજને સંપ્યા હતા. આગ્રા અને ગંગા, જમનાના પ્રદેશ ૧૮૦૩ માં મરાઠા પ્રાસેથી લેર્ડ લેઈકે જીતી લીધા હતા. અયોધ્યાને બાકીનો ભાગ ૧૮૫૬ માં લેડ ડેહાઉસીએ ખાલસ કર્યો હતો.
કોર્ન વોલિસ અને શાર બનારસમાં પણ “અચલ જમાબંદી' સ્થાપવાને ઈંતેજાર હતા. બનારસના રાજા સાથે આ બાબતના સંદેશા ૧૭૮૭ થી ૧૭૯૪ સુધી ચાલ્યા અને આખરે ૧૭૯૪ ના ઓકટોબરની ૨૭ મી તારીખે કેલકરાર