________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ
૨૬૮
રની ૬૦ રતલ નીપજે છે. સરાસરી જમીનમાં લીલી તમાકુ ૮૦ રતલ નીપજે તો બહુ ઠીક ગણાય. સામાન્ય રીતે હિંદી તમાકુ ખરાબ ગણાય છે. પણ તેમાં સુધારો થઈ શકે તેમ છે. ઉત્તર સિરકારની તમાકુની મસલીપટનમાં છીંકણી થાય છે તે ઇંગ્લંડમાં બહુ વખણાય છે. બંગાળામાં ભાગલપુરમાં હવાનાની ઉત્તમ તમાકુ ઉગાડવામાં આવી હતી.
લાખના રંગ ઘણું જથામાં વિલાયત ચઢાવાતા. ગુંદરની અંદર જીવડું અથવા ઈંડુ હોય તેનો રંગ થાય. રંગના રજકણે જુદા પાડી તેમાંથી રંગ બનાવાય, અને ગુંદરની લાખ જુદી પડે. લાલ રંગનાં કાપડ કરવામાં આ રંગ વપરાતો. પણ બહુ સારો રંગ કરવામાં તે વપરાતો નહિ. લાખ-લાખ તરીકે કામ આવતી.
જીવડાં દક્ષિણમાં મદ્રાસમાં એકઠાં કરાતાં, અને મેકિસકોના પ્રમાણમાં હલકા દરજ્જાનાં હતાં. આની કિંમત ૧૮૨૦ પછી ચોથા ભાગની ઉતરી ગઈ હતી. આ ફેરફાર લાખના રંગથી થયો હશે. બંગાળામાંથી આ જીવડાં ચઢાવાતાં નહિ.
ઈસ્ટ ઇન્ડિયા કમ્પનીએ ૧૮૧૪ માં સુરોખાર ૧૪૦૦૦ હંદવેટ બંગાળામાંથી બ્લડ ચઢાવ્યો હતો. પણ ૧૮૩૨ માં માત્ર ૩૭૩૦૦ હદરટ ચઢાવ્યો હતો. ખાનગી વેપારીઓ ચઢાવવા લાગ્યા તેથી એની કિંમત એટલી હલકી પડી ગઈ કે પછી ખાતર તરીકે ઉપયોગમાં લેવાવા માંડ્યો ૧૮૧૪ માં તેની કિંમત ૮ શી. ૪ પેન્સ ફંદરવેટ દીઠ હતી. ૧૮૭૨ માં માત્ર ૩૨ શ. હતી. ૧૮૧૪ પહેલાં કમ્પનીને તે વેપારમાં ફાયદો હતો. તે પછી નફો મળતો બંધ થઈ ગયો.
૧૮૨૩ પછીજ બુદાણાની ખેતી પુષ્કળ થવા માંડી તે પછી સરકારે બુદાણાની ખેતી કરવાની રજા આપી અને વાવવાવાળાઓને જમીનને લાંબો પટો આપે. આવી રીતની મહેરબાની બીજા કોઈ ખેડુત ઉપર સરકારે