________________
૨૭૦
કરેલી ન હતી. બંગાળામાં બુદાણાના વાવેતરની ૪૦૦૦ એકર જમીન હતી. બેંગલોરના બુનદાણ ઘણું સારા હતા, અને જે કે ચોખા જેવો તે નહિ તે પણ તેને પ્રચાર વધતો હતો. આર્કટમાં બુન વાવવાને પ્રયોગ નિષ્ફળ ગયો તેજ પ્રમાણે ગંજામમાં કોકે વાવવાનો. બંગાળાને તાપ બુન માટે બહુ આકરો ગણાયો પણ કોઈમટુરમાં બુદાણાને પાક બહુ સારે ઉતર્યો.
હજી સુધી ચાહની ખેતી દાખલ થઈ ન હતી. પણ ડોકટર વાલિકે આ વખતે હિંદુસ્તાનના ડુંગરી ભાગોમાં ચાહાનું વાવેતર કરવામાં બહુ ફાયદે ભળવાનો સંભવ છે એ બાબત એક નિબંધ રજુ કર્યો હતો તેમાંથી કેટલાક ઉતારા નીચે આવ્યા છે.
ચીનમાં ૨૭ થી તે ૩૦ અક્ષાંશની વચમાં ચાહનું વાવેતર થાય છે તેજ પ્રમાણે દક્ષિણમાં કેન્ટનના દરીઆ કીનારાની નજીક પણ થાય છે. - મામ કાળો ચાહ ત્યાંથી તૈયાર થાય છે.
પનાન્સમાં મિ. બ્રાઉને તે ટાપુની હવામાં ચાહનો છોડ ઠીક રહ્યું હતું તેથી દેરાઇને ચાહ ઊગાડવાનો પ્રયોગ કર્યો હત; એકંદર છોડ ઠીક ઉગ્યા. પણ જ્યારે લણવાનો વખત આવ્યો ત્યારે એમ માલુમ પડ્યું કે ચહા બહુ નબળા વડની નીવડી. - જાવામાં પણ એવા પ્રયોગો ઘણા કર્યા, નિષ્ફળ ગયા અને પાછળથી છોડી દેવામાં આવ્યા. તે જ પ્રમાણે ડચ સરકારે સિલોનના કેટલાક ભાગોમાં પ્રેગો કરેલા પણ તે વધારે ફતેહમદ થયા હતા.
વીશ વર્ષ ઉપર એ જનેરમાં ચાલુ વાવેતર શરૂ કર્યું હતું. પણ તે પાક સુગંધમાં એ તે ખરાબ નીવડે કે પાછળથી મૂકી દેવું પડ હતે. બ્રાઝીલમાં ઉગાડેલે ચહા જેવાનું મને મળ્યું હતું, પણ તેને સ્વાદ અત્યંત ખરાબ લાગ્યો.