________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૨૯૩ ~ ~~~ ~
~ ~ આમ એકંદર હિંદુસ્તાનને હિંદુસ્તાનમાં જ સુતર-કાપડ ઉપર ૧૭ ટકા દાણ લેવાય છે.
વગર કેળવેલાં ચામડાં ઉપર પાંચ ટકા જકાત છે તેને કેળવીને તૈયાર કરે ત્યારે બીજા પાંચ ટકા, અને જ્યારે તેના જોડા બને ત્યારે બીજા પાંચ ટકા; આમ હિંદુસ્તાનમાં ચામડાના માલ ઉપર હિંદુસ્તાનમાંજ વપરાય છતાં ૧૫ ટકા જેટલું દાણ છે.
અને એમની પિતાની ખાંડ ? શહેરમાં આવે ત્યારે ૫ ટકાનું દાણ અને પાંચ ટકા પાછી તે ઉપર જકાત અને જે ગામમાંથી બહાર જાય ત્યાં પાછા પ ટકા આમ હિંદુસ્તાનની ખાંડ હિંદુસ્તાનમાં જ વપરાય ત્યાં પણ ૧૫ ટકાનું દાણ લેવાય છે.
આમ કંઈ થેડીને ઘણી ૨૩૫ ચીજે ઉપર દેશદાણ છે. એમના પિતાના ઘરના વપરાશમાં આવતી દરેક ચીજ ઉપર દાણ છે અને તે તથા જડતી લેવાની રીતથી ઉપજમાં કંઈપણ વધારે ન થતાં લોકને ઘણી હેરાનગતી અને દુઃખ છે. જડતીની સત્તાને જે દરેક ધણી અમલ કરે તો તેના વિલંબથીજ માત્ર દરેક તરેહનો વેપાર પડી ભાગે પણ જબરાઈથી નાણું કઢાવવાં હેય ત્યારે જ તેને અમલ કરવામાં આવે છે.
આપણે આપણી સત્તાથી કરેડ માણસને મુલકી વેપારમાં પૂર્ણ સ્વતંત્રતા આપી શકીએ છીએ. હું ધારું છું કે આ પ્રાતના લોકો ઉંઘમી છે, જમીન ફલકૂપ છે, નૈકાને સંચાર થઈ શકે તેવી નદી તેના એક છેડાથી બીજા છેડા સુધી આવેલી છે; અને નિષ્પક્ષપાત કાયદાઓથી તેમના માલનું રક્ષણ થાય છે. તે, જો સરકાર પોતાની રાજ્યનીતિ ઊંચા પ્રકારની રાખે તે જગતની કોઈ પણ પ્રજા કરતાં બંગાળાના લેકોને આબાદીનાં વધારે સાધને મળી શકે.”
પણ લેર્ડ એલનબરોને કોણ સાંભળે ? અધિષ્ઠાત્રી સભાએ જવાબ દીધો કે આ બાબતની અનિષ્ટતાઓ હિંદુસ્તાનની સરકાર સમજે છે, અને