________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ. ૨૩૧ જે દેશમાં બે પૈસા એક માણસના ખોરાકને માટે બસ થાય છે તેવા દેશમાં આ નાણું પણ ભારે છે.”
આ જીલ્લામાં પાણી દ્વારા લાવવા લઈ જવાનું ઠીક હતું અને દીનજપુર કરતાં મછવાનો ઉપયોગ વધારે થતો. સેમણ માલ કલકત્તે લઈ જ હોય તો તેના રૂ. ૧૪-૦-૦ પડતા. મુખ્ય શહેરો પાસે અને ગળીના કારખાનાની આસપાસ થોડીક સડકે બાંધવામાં આવેલી હતી. ભાર લાવવા લઈ જવામાં ટ૬ અને બળદ કામે લગાડાતાં. શ્રીમંતે મુસાફરોને માટે આશ્રયની સોઇ કરી આપતા. મુડી અથવા કદની દુકાનમાં રહેવાનું અને ભજનનું મળતું.
ઉપસંહાર. આ સિવાયના રંગપુર અને આસામના હેવાલ અપૂર્ણ છે; અને તેમાં ખેતી સાંથ, અને વેપાર ધંધા સંબંધે માહિતી આપવામાં આવી નથી. ઉપરના હેવાલથી જણાશે કે લેકે બહુ ગરીબ હતા પણ વૈરન હેસ્ટિંગ્સના વખત પછી ખેતી સજીવન થઈ હતી; અને જાથુકન દર નક્કી થયા પછી ઘણી જમીન એડવામાં લીધી હતી.
જમીનદારે જે ખેડુ પાસેથી સાથ જેટલી લઈ શકાય તેટલી લેવાને રાજ હતા તે પણ તેઓ અંગ્રેજ સરકાર મદ્રાસમાં જેટલું લેતા તેટલું તેમની પાસેથી લેતા નહીં. અપવાદ રૂપે કદી તેઓ ચાખી ઉપજને એટલે ખેતીનું ખરચ બાદ કરતાં રહે તેને અડધ ભાગ લેવાના દાવ રાખતા પણ તેમાં તેઓ પાણી કામનું તમામ ખરચ આપવાને પિતે બંધાયેલા છે, એમ માનતા. સામા. ન્ય રીતે બંગાળામાં ઉપજનો થો ભાગ જમીનદારો સાંથ તરીકે લેતા અને સરકારની મહેસુલ હમેશને માટે મુકરર થઈ ગયેલી હતી. અને ઘણે ઠેકાણે સાંથ રીવાજથી નિયત થયેલી હતી, એટલે સુધારા કરવાને અને વરસ જ તે પડતર જમીનને ખેતી નીચે લાવવાને જોઇએ તેટલું પ્રેત્સાહન હતું. .