________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
રૂપ
ટોમસ મનોએ કહેલું કે, જે વખતે આ દેશમાંથી ઇન્ડિયા તરફ આવવા નીકળે તે વખતે વેપારીઓની રીતભાત શાન્ત હોય કે ગમે તેવી હોય તેમાં કાંઈ તફાવત પડતું નથી, પણ જ્યારે તેઓ હિંદુસ્તાનના હામાં થવાની ટેવ વિનાના લોકો જેમના ઉપર તેઓ અમલ ચલાવી શકે છે, તેઓના સમાગમમાં આવે છે ત્યારે તેઓ ચિતજ શાન્ત રહે છે. હિંદુસ્તાનમાં દરેક વેપારી, સરકાર સાથે કંઇક સંબંધવાળો ગણાય છે. મેં છેલ્લાં બે ત્રણ વર્ષમાં સાંભળ્યું છે કે બંગાળામાં ૧૮૧૦ ની સાલમાં ગળીના વેપાર કરનાર ખાનગી વેપારીઓએ ત્યાંના વતનીઓને કેદ કર્યા હતા. પિતાના માણસોને બોલાવી તેમની સાથે લડાઈ કરેલી અને તેમાં ઘણું ઘાયલ પણ થયેલા.
ટોમસ સિડનહેમ કહે છે કે મેં જોયું છે કે અંગ્રેજોને બીજી રૈયત કરતાં બીજા દેશોમાં જુલમ કરવાની ટેવ છે; અને હું ધારું છું કે ઇન્ડિયામાં પણ તેમજ છે.
ઈગ્રેજ વેપારીઓ એટલો બધે જુલમ કરતા કે સરકારને તે સંબંધી હુકમ કાઢવાની જરૂર જણાઈ હતી. સને ૧૮૧૦ના ૧૩ મી જુલાઈને એક સરકયુલર આ પ્રમાણે છે
નીચેના ચાર પ્રકારના ગુન્હાઓ કેટલાક ઉપર સાબીત થઈ ચૂક્યા છે.
૧. જુલમનાં કૃત્યે-જે ખુનની વ્યાખ્યામાં ન આવે પણ જેનાથી દેશીએનાં મરણ નીપજ્યાં હેય. - ૨. દેવું પતાવી લેવાના કે એવા કોઈ હેતુથી દેશીઓને ગેરવાજબી અને ટકાયતમાં રાખવા.
. પિતાપિતાના કારખાનાના લોકોને અને બીજાઓને તેફાન કરવાના ઈરાદાથી એકઠા કરીને બીજાઓ સાથે મારામારી કરવી.