________________
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઈતિહાસ. ૨૬૫ ૧૮૩૦ની સાલ આગમજ, ઈંગ્લંડમાં ચોખા ખાંડવાનું યંત્ર નીકળતાં, બંગાળામાંથી ડાંગરનો ફોતરાં સુધાંતને નિકાસ ૧૦૦૦ ટન સુધી પહોંચી ગયે હતો. પહેલાં ડાંગર ખંડાઈને જતી અને તેમાં ઘણી માટી ભળેલી હોય અને કણકી પણ ઘણી હોય.
ઉપરના યંત્રની શોધ થયા પછી તરાં સુતી ડાંગર ચઢવા માંડી, અને ઇંગ્લંડમાં ચોખા ખેડાતા, અમેરિકાના ચોખા જેવા તે પણ સ્વચ્છ દેખાતા. જે કેલિફોર્નિયાની પેઠે હિંદુસ્તાનમાં તે પ્રમાણે સ્વચ્છ થઈ શકતા હતા. તે વધારે નિકાસ થઈ શકત; કારણકે પેતરાં સુદ્ધાંત ચઢાવવામાં તે ભાડું પણ થતું અને જગા પણ બમણી રોકાતી.
ગળી. ' આ બાબતમાં કેટલાક પુરે અન્ય વિરૂદ્ધ છે. રામસેએ જાહેર કર્યું કે ગળીના ખેડુતો જેઓ ઈંગ્રેજ બગીચાવાળાઓની મજુરી કરે છે તેમની સ્થિતિ સાધારણ રૈયત કરતાં નબળી છે. યુરોપીયન માલીકે તેમને તેઓ પોતે જ જે. ટલી ગળી વાવે તેના કરતાં વધારે જમીનમાં ગળી વાવવાની ફરજ પાડે છે. અને તેવી રીતે તે ખેડુતોને પિતાની મરજી પ્રમાણે પિતાની જમીન વાવવાના હકમાં તેઓ વચમાં આવે છે. બીજા સાક્ષિઓએ તેના વિરૂદ્ધ પુરાવા આવે, પણ ૧૮૬૦ સુધી બંગાળાની સ્થિતિ જેમણે જોયેલી તેઓ રામસેની હકીકત ખરી હતી એમ તરત કહી શકશે.
યુરોપિયન વેપારીઓ આગળથી નાણાં ભરે અને ખેડુતો મુકરર કરેલી ગળી–અમુક દરથી આપવા બંધાય. જે બગીચાવાળા જુલમી હોય તે ખેડુને કોર્ટ સિવાય બીજે કંઈજ શરણ નહિ, અને ત્યાં તેનું સાંભળવાનો સંભવ બહુજ થડે. ઘણું કરીને બંગાળાના નીચાણના ભાગમાં જુલમ બહુ થાય છે કે જ્યાં ઘણા યુરોપિયન અને સંકર જાતિઓએ વસવાટ કર્યો છે. .