________________
ઉપકરણ .
કમ્પનીને પટે ૧૮૧૩ માં તાજો કરવામાં આવ્યું, પણ તાજો કરી આપતા પહેલાં તજવીજ કરવામાં આવી હતી, અને ઘણું સાક્ષિઓ તપાસ્યા
હતા.
આ વખતે વૅન હેસ્ટિંગ્સ, ટોમસ મને અને સર જોન માલકમ જેવા સાક્ષિઓની જુબાનીઓ થઈ હતી અને આમની સભાએ હિંદના લેકોને માટે ઘણુ લાગણી બતાવી હતી; પણ હિંદુસ્તાનના ઉગેના સંબંધમાં તેને બદલે બ્રિટિશ માલ કેવી રીતે દાખલ થાય અને હિંદના ઉદ્યોગોનું ગમે તે થાય પણ બ્રિટિશ ઉદ્યોગ હિંદને માટે કેવી રીતે ખીલે તે શોધી કાઢવાની તેમને મુખ્ય દરકાર હતી. * પાછલા અર્ધા સૈકામાં હિંદમાં ભયંકર દુષ્કાળો ઉપરાઉપરી આવી ગયા હતા. આ તજવીજ થઈ તે જ વર્ષમાં એક દુકાળ મુંબઈ ઇલાકાને ઉજજડ કરતે હતે. બંગાળ અને મદ્રાસમાં તમામ ધંધા રોજગાર નષ્ટ થઈ ગયો હતો. પણ હિંદી પ્રજાની આબાદી થાય તેવાં ધનનાં સાધનો સજીવન કરવાની બાબતમાં એક પણ પ્રશ્ન કેઈએ પૂછો હોય એમ આ મોટાં થોથાંઓમાં જેવામાં આવતું નથી, પરંતુ બ્રિટિશ માલ હિંદુસ્તાનમાં કેવી રીતે બળથી પણ દાખલ કરે તેની ફરી ફરીને શોધ થતી જોવામાં આવે છે. વૈર્ન હેસ્ટિંગ્સને સવાલ પૂછ્યું હતો કે –
- “હિંદુસ્તાનના લેકેના સ્વભાવથી અને રીતભાતથી તમે વાકેફ છે; તે તમે એમ ધારો છો કે હિંદુસ્તાનના લેકે પોતાના ઉપયોગ માટે યુરેપના માલની માગણી કરવા તૈયાર થવાનો સંભવ છે? '
જવાબ-વેપારનું મુખ્ય પ્રયોજન લોકોની જરૂરીયાત અને તેમના મોજશેખની ચીજો પૂરી પાડવાનું છે. હિંદના ગરીબ લોકોને કંઈ જરૂરીયાતજ નથી એમ કહી શકાય. તેમની જરૂરીયાતો માબ-રહેવા માટે ઘર, શરીર નિર્વાહ માટે અન્ન, શરીર ઢાંકવા માટે કંઈક કપડાં–એટલી જ છે અને આ બધી વસ્તુએ તે જે જમીન ઉપર તેઓ હાલ ચાલે છે તેમાંથી તેમને મળી શકે છે.”