________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.
૧૯૫
કર્યા. આ દેશનું નામ “ વિછત પ્રાન્ત ” પાડ્યું. બુંદેલખંડ અને કટક ૧૮૦૩ માં ખાલસા કર્યો.
વિછત પ્રાને પ્રથમ ઑર્ડ લેઈકના વહિવટમાં સેપ્યા. પણ ૧૮૦૫ માં તેના પાંચ વિભાગ પાડ્યા. અને નિક્ષિપ્ત પ્રાતોની પેઠે તેને પણ ગવર્નર જનરતની સત્તા નીચે મૂક્યા. બધા કાયદા કાનુને ત્યાં પણ દાખલ કર્યા. જે વચને તેના જમીનદારોને આપવામાં આવ્યાં હતાં તે અહીં પણ અપાયાં. જમાબાદી પહેલી એક વર્ષને માટે, પછી ત્રણ અને પછી ચાર વર્ષને માટે ઉત્તરોત્તર કરવાની હતી. અને છેલ્લી જમાબન્દી જે જમીનદારો કબુલ થાય તે હમેશને માટે “અચળ” કરવાની હતી. બે વર્ષ પછી વળી આ વચનની પુનરાવૃત્તિ કરવામાં આવી, પણ આ વખતે એવી સરત ઉમેરાઈ કે અચળ જમાબાદી કરવાનું અધ્યક્ષસભાની મંજુરીની સરતે.
હિંદુસ્તાન ૧૮૦૩ ના મરાઠા યુદ્ધથી પાયમાલ થઈ ગયું હતું. અને કમ્પનીની સખ્ત જમાબન્દીથી પોતાની સ્થિતિ સુધારવાનો લેકોને બીલકુલ વખત મળે નહતે. ફળ એ થયું કે ૧૮૦૪ માં મોટો દુકાળ જણાયા. તે વખતે સરકારને જમાબન્દીમાં મોટી રકમોની માફી આપવાની જરૂર પડી. ખેડુતોને તગાવી આપવી પડી. અને બનારસ, કાનપુર અલાહબાદ અને ફતેહગઢ દાણું મોકલવા માટે લાલચ આપવી પડી. ૧૮૦૭માં ચાર વર્ષ માટેની જમાબન્દીના કામ ઉપર દેખરેખ રાખવા માટે એક ખાસ કમિશન નીમવામાં આવ્યું. આ ચાર વર્ષની જેમાબન્દીના આંકડા દાખલ કરેલા ધારા પ્રમાણે હમેશને માટે નક્કી થવાના હતા. ' હવે આપણે ઉત્તર હિંદુસ્તાનમાં અચળ જમાબન્દીને માટે જે મોટો વાદવિવાદ થયો તે વિષયમાં આવીએ છીએ.
મિ. કેસ અને હેનિસેંટર્જ જે ટકરે અચળ જમાબન્દીના સંબંધના લાભમાં રિપોર્ટ કર્યો, પણ નિક્ષિપ્ત અને વિજીત પ્રાતમાં તરતજ તે દાખલ કરવાની વિરૂધમાં તેમને મત પડશે. લખે છે કે –
''