________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ.*
૨૨૫
એકરની જ ખેતી હતી. ખેતીનું ખરચ ઉપજથી અરધ કરતાં વધારે આપવું પડતું. આ જીલ્લાના મોટા ભાગમાં ખેડુતોને જાથકના પટાથી જમીન આપવામાં આવી હતી, અને ઘણે ઠેકાણે તો જે દસ વર્ષને અવિચ્છિન્ન કબજે થયો તે મામુલી હકથી હમેશને માટે તે જમીન રાખવાને તેઓ હક કરતા.
સુતર કાંતવું એ આ જીલ્લાની મોટી કારીગરી હતી અને તેમાં મોટા ઘરની સ્ત્રીઓ અને ખેડુતોના ઘરની સ્ત્રીઓ નવરાશને વખત ગાળતી. પાછલે પહોરે રૂ કાંતવામાં દરેક સ્ત્રીને ત્રણથી છ રૂપિયાની વાર્ષિક ઉપજ થતી.
કાંતનારીઓ આ જીલ્લામાં એકંદર ૨૫૦૦૦૦ અઢી લાખ રૂપિયાનું રૂ કાંતતી. તેનું જે સુતર થતું તેની કિંમત ૧૧૬૫૦૭૦ અગિયાર લાખ પાંસઠ હઝાર રૂપિયા થતી, એટલે સ્ત્રીઓને નફે એકંદર ૯૧૫૦૦૦ નવ લાખ પંદર હજાર અથવા લગભગ દસ લાખ રૂપિયા થવા જાય.
માલદાઇ કાપડ માલદામાં થતું માટે માલદાઈ કહેવાતું. વાણે રેશમ અને તાણે સુતર હોય છે. આ કામ ઉપર ચાર હજાર સાલ હતી. દરેક સાલ ઉપર મહીને વીસ રૂપિયાની કિંમતનું કાપડ થતું. ડા. બુકનનના ધારવા પ્રમાણે આ ગણત્રી ઘણી મોટી હતી. આફ્રિો સાળામાં એલાયચા નામના કાપડના તાકા થતા અને કમ્પનીના નોકરો આને માટે અગાઉથી નાણું આપતા.
તમામ રેશમનું કાપડ માલદાની આસપાસમાં થતું. તેમાં વણકરનાં ૫૦૦ ઘરની રોજી હતી. કુલ માલ ૧૨,૦૦૦ એક લાખ વીસ હજારને નીપજ.
સુતરાઉ કાપડ વધારે અગત્યનું હતું. આખા જીલ્લામાં મળીને ૧૬૭૪૦૦૦ સેળ લાખ સ્તે ર હજારનું સુતરાઉ કાપડ પેદા થતું.
કોચ, પિલે અને રાજવંશી લેક પિતાની વપરાશ માટે-શણનું કાપડ કાઢતા. ઘણાં ખરાં કુટુંબમાં સાળ હોયજ અને તે ઉપર સ્ત્રીઓ પાછલા પહારમાં કામ કરતી,
15