________________
બ્રિટિશ હિંદુસ્તાનનો આર્થિક ઇતિહાસ.
૨૧૫
થાય તે શાહબાદ, પટના અને બિહાર જેટલું જ ફળદ્રુપ થાય પણ ત્યાંની ડાંગરની જાત એટલી ઉંચી નથી.
લણવાવાળા દાડીયાને ૩ ટકા જેટલું માપુ દાડીમાં અપાતું અને વધારામાં વધારે ૮ ટકા. સરેરાશ એક માણસ એક દિવસમાં ૧૯૫ રતલ અનાજ લણી શકે; જેને માટે જે તે દાડી જ હોય તો તેને ૬ ટકા ઉપરાંત કાંઈક મળે, અને સાથી હોય તે ૭ ટકાથી કંઈક ઓછું મળે. બી માટે દાણા માટીની કોઠીઓમાં રાખી મૂકવામાં આવે છે. સાધારણ રીતે દાણ ભરવા સારૂ વાંસની કેડીઓ-જેવી સ્કલંડમાં થાય છે તેવી અથવા કાથીના કોઠા કરે છે. આમાં ૨૯૩૬૦ રતલ દાણા માય છે. મોટી કાઠીઓ ચોકમાં રાખે છે અને તેનાં મ્હોં માટીથી છાંદી લે છે. નાની કોઠીઓ ઝુંપડીને પડખે પડી રહે છે. આ જીલ્લામાં આકારેલી જમીનના ઘણા માલિકે ફર્યાદ કરે છે કે “ કમ્પનીને આકાર ઘણે ભારે છે, એટલે બધા કે તેથી કાંઈ ન રહેતું નથી, અથવા રહે છે તે જાજ નફો રહે છે. કેટલેક ઠેકાણે તે જમીનની કિંમત ઉપરાંત કર છે. આની પુષ્ટિમાં તેઓ એવા દાખલા આપે છે કે ઘણા કકડા વેચવા કહાડેલા પણ આકાર ઘણો હોવાથી કોઈએ માગણી કરેલી નહિ, અને પાછલી ચડતનું સરકારને નુકશાન થવાથી પછી દર ઘટાડીને પાછી સાથે આપી. તેઓ એમ પણ ફર્યા કરે છે કે આકાર ઘણે ભારે હોવાથી માલિકને કાંઈપણ નફે રહેતા નથી તેથી તેઓ તળાવે વગેરે સમાં કરાવી શક્તા નથી, અને સ્વાભાવિક રીતે દેશ ઉપજ આપવાને વધારે નાલાયક બનતો જાય છે. ઉંચાણની જમીને બાદ કરીએ તે શાહાબાદમાં ૩૧૫૧ ચોરસ માઈલના ક્ષેત્રફળની જમીન ઉપર સરકારી ઉપજ ૧૧૩૨૬૭૭ રૂપિયા થાય છે, પણું અને બિહારમાં ૫૦૫૧ ચોરસ માઈલના ક્ષેત્રફળ ઉપર ૧૪૧૨૨૬૯ રૂપિયા જેટલી ઉપજ આવે છે.”
શાહાબાદમાં કાંતવા વણવાનો મોટો ઉગ ચાલે છે. ૧૫૯૫૦૦ સ્ત્રીઓ કાંતવામાં કામે લાગેલી છે, અને વર્ષે દહાડે ૧૨૫૦૦૦૦ રૂપિયાનું સૂતર કાંતે