________________
૨૦૮
પ્રકરણ ૫ મું.
હદ બાંધ્યા પછી જે ચોખ્ખો નફો રહે તે કેવી રીતે વહેંચવો એ સવાલ રહે છે.
આ ઠરાવ કર્યા પછી એક અઠવાડીઆ બાદ આ પ્રાતમાં અને કટક, પટાસપુર અને તેના તાબાના મુલકમાં જમાબન્દીના ધોરણ સંબંધી ૧૮૨૨ ન ૭ મો ધારો પસાર કર્યો. - મહાલે મહાલે ફરી ખાસ ગામે ગામ અને મહાલે મહાલે જમાબાદી કરવાની હતી. તેથી, ઉત્તર હિંદુસ્તાનની જમાબદીની પદ્ધતિ મહાલવારી જમાબન્દી કહેવાય છે. એવો સ્પષ્ટ નિયમ કરવામાં આવ્યો હતો કે જમીનદારનો નફે સરકાર હક કરતાં પાંચમા ભાગથી વધારે હોય તે સિવાય સરકાર હક વધારો નહિ. એવી સ્થિતિમાં જમા એવી રીતે નિયત કરવી કે સરકારની જમાને પાંચમે ભાગ જમીનદારને ચોખ્ખો નફો રહે. આ પ્રમાણે ૧૨૦૦૦ રૂપિયાની ચોખ્ખી ઉપજ હોય ત્યાં ૧૦૦૦૦ રૂપિયા સરકારના અને ૨૦૦૦ જમીનદારના એટલે ચોખ્ખી ઉપજના ૮૩ ટકા સરકારના ઘરમાં જાય.
દેશાધ્યક્ષેને જેટલી રકમ ભરવાની હોય તેટલી રકમ ભરવાની સરતે ખેડુતોને પટ આપવાની સત્તા આપવામાં આવી હતી. જ્યાં જમીનદાર વચમાં ન હોય અને જમીન સંયુક્ત હોવાથી ખેડુતોનાજ કબજા ભોગવટામાં હોય ત્યાં ચોખી ઉપજના ૯૫ ટકા સુધી સરકાર હક બાંધી શકાય અને ૫ ટકા માલીકાનાના અથવા બીજા સરકાર જે હક ઠરાવે તેને માટે, ઓછામાં ઓછા પાંચ ટકા બાદ આપવા; આવા પ્રસંગોમાં સંયુકત જમીનના ભાગો પાડવાને અને દરેક ખેડૂતનાં જુદાં ખાતાં પાડી આપવાને દેશાધ્યક્ષને અધિકાર આપવામાં આવ્યો હતો.
ખેડુ અને જમીનદાર વચ્ચેના દાવા ચૂકવવાને તેમની સાથ નકકી કરવાને, તેમના હિસાબની ચેખ કરી આપવાનો અને જમીન સાંથ પટા અને એકમેકના ઠરાવ બાબત તમામ વાંધા પતાવવાનો અધિકાર દેશાધ્યક્ષોને આપવામાં આવ્યો હતો. દેશાધ્યક્ષ-કલેક્ટરના નિર્ણય ઉપર વસુલાતી સભાને