________________
૧૮૦
પ્રકરણ ૪ થું. * હિંદુસ્તાનમાંના ઘણા ભાગોમાં ખેડુની ગરીબાઈનું અને તેથી કરીને મેંલની નબળાઈનું મુખ્ય કારણ એ છે કે જેમની પાસે ખેતીનાં સાધન ન હોય તેમને પણ પરાણે જમીન આપવામાં આવે છે. બધી જમીન દેખાવમાં ખેડવાણ હોય છે પણ તે અડધા કરતાં વધારે ભાગમાં તો એવી હોય છે કે તેવી ખેડવાણ કરતાં પડતર હોય તે વધારે સારૂં. કમ્પનીની ઇચ્છા બધી જમીનમાંથી ખેડાય ન ખેડાય તો પણ પેદાશ લેવાની હતી. રોકડ હક અસાધારણ ભારે હતા. પાનની જમીનના એક એકર ઉપર પાઉંડ ૩-૧૬-૯ (૩૮ રૂપિયા) રોકડ હકના ઠરાવેલા; કયારીની જમીન ઉપર ૧-૧૫-૯૩ (૧૮ રૂપિયા) થી તે પાઉંડ ૧-૫૨ (રૂ. ૧૩) સુધી ઠરાવેલા હતા.
પશ્ચિમ તરફ આગળ ચાલતાં ડા. બુકનન ૨૪ મી નવેમ્બરે પલાચી પહોંચ્યા. અહીં એક ઠેકાણે ખોદતાં એક વાસણમાં રોમન સિક્કા નીકળી આવ્યા. આ ઉપરથી આ પાંડવવંશના રાજાઓના મુલકને ઓગસ્ટસ અને ટાઈબીર્યના વખતમાં રોમ સાથે વેપાર હતું એમ સમજી શકાય છે. આ જીલ્લામાં નબળામાં નબળી જમીન બૈચર માટે રાખવામાં આવેલી છે. તેના ઉપર કાંઈપણ હક લેવાતો નથી. બાકીની બધી ખેડવાણ ગણાય છે અને તે તમામ જમીન ઉપર ૨ શી. ૧3 પેન્સ થી તે ૭ શી. ૩ પેન્સનો આકાર બેસાડવામાં આવ્યો છે. “ખેડુ લોક ફર્યાદ કરે છે કે જમીન તેમને પરાણે આપવામાં આવી છે, અને તેમનાં સાધન ઉપરાંત ખેતી કરવાની તેમને ફરજ પાડવામાં આવે છે. જે માણસ ૧૭ બલાં (૪ થી ૬ એકરનું એક બલ્લું થાય છે ) જમીન સાથે છે તે નવ બલ્લાંજ ખેડવાની શકિત ધરાવતો હોય છે. એની પાસે પુરતાં સાધન હોય તો પણ ત્રીજો ભાગ તે પડતર રાખવાનો જ વહિવટ છે તો પણ કેટલાક ભાગમાં આકાર કમી કર્યા છે. અને એ રીતે જમીન ખેડી ન શકાય તેને લીધે જે સાથ ભરવી પડે તેની નુકસાનીનો કંઈક બદલો અપાય છે, આવી રીતની જમીન સાંથવાની રીત એક મોટું દૂષણ છે.