________________
૧૪૮
પ્રકરણ ૪ થું.
તે વખતે મદ્રાસની આસપાસની જમીન પડતર નહતી, અને જે પુરતે વરસાદ પડે તે ડાંગર સારી ઉપજતી. કેટલેક ઠેકાણે પાનાં તળાવમાંથી જમીનને પાણી પાવામાં આવતું; અને જ્યાં તે પ્રમાણે પાણી મળતું, ત્યાં માંગરને પાક સારો થતો હતો. ધર્માત્માઓએ રસ્તા ઉપર ધર્મશાળાઓ બાંધી હતી.
“પશ્ચિમ તરફ આગળ ચાલતાં તેના જેવામાં વેરાન મુલક આવ્યો પણ નાળીએરીઓ વાવીને કેટલાક સુધારો કરવામાં આવ્યો હતો. કેન્ડતુર આગળ રમણીય દેખાવ જોવામાં આવ્યો. અહીં આગળ ડા. બુકનને આપણું દક્ષિણ હિંદુસ્તાન જેને માટે પ્રસિદ્ધ છે તેવું એક મોટું જળાશય જોયું. બે ટેકરીઓ વચ્ચે એક બંધ બાંધીને આ તળાવ બનાવવામાં આવ્યું હતું. જળાશયનો વિસ્તાર લંબાઈમાં સાત આઠ માઇલ અને પહોળાઇમાં ત્રણ માઈલ હતા. અને તેમાંથી ખેતરોમાં પાણી પાવા માટે અનેક નાની નાની નહેરે કહાડવામાં આવી હતી. વરસાદમાં નદીનાં પાણીથી આ તળાવ ભરાતું હતું. જુદી જુદી જગાએ વીસથી તીસ ફીટ પહોળાં ગરનાળાં હતાં. તે ઢોળાવ ઉપર પથ્થરથી બાંધેલાં હતાં અને વધારાનું પાણી તેમાં થઈને ચાલ્યું જતું હતું. આ તળાવમાંથી બત્રીસ ગામનાં ખેતરોમાં અઢાર માસ સુધી પાણી પહોંચતું હતું. ડો.બુકનન લખે છે કે વરસાદની અછતથી દુકાળ પડે તેવા મુલકમાં આવાં જળાશયોની કિંમત થઈ શકે તેમ નથી.
પશ્ચિમ તરફ આગળ કેન્ડાતુરૂ અને શ્રીપર્મતુરૂ વચ્ચેનો મુલક હલકે અને થરથી ભરેલો છે. ત્યાં ખેતી બહુ થોડી છે અને વખતે પાક થાય તે બી પુરતી પણ ઉપજ થતી નથી. પરંતુ આ જમીનમાં તાડ અને જંગલી ખારે. કના ઝાડે સ્વતઃ ઉગે છે, અને તાડમાંથી તડી જગારી એ પે મળે છે.”
શ્રીપર્મતરૂ આગળ એક બીજું જુનું તળાવ છે. જેમાંથી બે હજાર એકર જેટલી ડાંગરની જમીન પાણી પીએ છે. આની પાછળ જમીન વળી વેરાન અને ઉજડ આવે છે.