________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૫૭
આપણે જોઈએ છીએ કે રાજ્યના શીલસ્વરૂપની પ્રજાના શીલસ્વરૂપ ઉપર અસર થાય છે–રાજા તેવી પ્રજા એવો નિયમ છે. કેટલીક પ્રથમ અત્યંત સુધરેલી પ્રજાઓ જંગલી દશામાં ઉતરી ગઈ છે, અને બીજી પ્રથમ અત્યંત જંગલી પ્રજાઓ સુધારાની ઊંચામાં ઊંચી ટોચે પહોંચેલી છે. આ બાબતને વિચાર કરતાં, જો આપણે યોગ્ય પગલાં લઈએ, અને એક ચિત્તથી તેને અમલમાં મૂકતા જઈએ, તે વખત ગયે હિંદના લોકો પોતે પોતાનું રાજ્ય ચલાવી શકે તેવી શીલસંપત્તિવાળા થાય એટલે સુધી આપણે એમને બેશક સુધારી શકીએ.”
આ સમય પછી મદ્રાસમાં જમાબન્દીના સવાલનું નિરાકરણ શું થયું તે બાબત યોગ્ય સ્થળે વિવેચન થશે. અહીં એટલું જ કહેવું બસ છે કે મનના વિચાર મને પાસે રહ્યા. અને અત્યારે મદ્રાસના ખેડુતના હાથમાં અનિ. યમિત સરકાર હકની સામે કે ગેરવાજબી વધારાઓની સામે, કંઈપણ અંકુશ નથી. અને તેથી તેને કરકસર કરવાનું કાંઈપણ-પ્રયજન નથી, અને પિતાની સ્થિતિ સુધારવાની કંઈપણ સત્તા નથી.
મદ્રાસ ઇલાકાની આર્થિક સ્થિતિ, સને ૧૮૦૦ના ફેબ્રુઆરીની ૧૪મી તારીખે હૈડે વેસ્લીએ ડૉ. કાન્સેસ બુકનન નામના વૈદ્યક અમલદારને દક્ષિણ હિંદુસ્તાનમાં ફરીને લોકોની આર્થિક સ્થિતિની તપાસ કરવાના કામ ઉપર ની હતે. ડો. બુકનન મદ્રાસથી નીકળી કર્ણાટક, સર, કેઈમ્બતૂર, મલબાર અને કનારામાં ફર્યો. તેની નિત્ય નોંધ અને તેની તપાસમાં માલુમ પડેલી હકીકત લન્ડનમાં ૧૮૦૭ની સાલમાં પ્રસિદ્ધ થયેલી છે. તેને સાર આ નીચે પ્રમાણે.
મદ્રાસની જાગીરે. સને ૧૮૦૦ના એપ્રીલની તેવીસમી તારીખે ડા. બુકનને મદ્રાસ છે.