________________
૧૬૪
પ્રકરણ ૪ થું. આકાશીઆ ખેતરોમાં રગીનું વાવેતર ખુબ થાય છે, ગરીબ લોકે તેના ઉપર નિર્વાહ ચલાવે છે. આ સિવાય બાજરી અને જવાર પણ પુષ્કળ થાય છે.
શ્રીરંગપટ્ટણની આસપાસ દરેક ખેડુને બેથી ત્રણ સાંતી જેટલી જમીન હેય છે. એક સાંતી વાળા ગરીબ હોય છે પણ ચાર પાંચ સાંતીવાળા માતબર ખેડુ કહેવાય છે. પાંચ હળથી એક માણસ લગભગ ૨૫ એકર આકાસીઆ અને સાડાબાર એકર વાડીની જમીન ખેડે છે. ખેડુ જ્યાં સુધી મામુલી રીત મુજબ સાંત આપ્યા કરે ત્યાં સુધી તેને કહાડી મૂકવામાં આવતું નથી. ટિપુના રાજ્યમાં પણ આવું કૃત્ય તો વિસ્મય અને ફર્યાદનું કારણ થઈ પડતું. બીજી તરફ સાથ લેવાની સાથે તળાવ તથા હેર સારી સ્થિતિમાં રાખવાની ફરજ સરકાર ઉપર છે. શ્રીરંગપટ્ટણ આગળ ખેતીવાડીના મજુરોને મહીને ૬ શીલીંગ ૮ પેન્સ (રૂ. ૩-૬-૫) ને પગાર છે. પણ બહાર ગામડાંઓ ૫ શીલીંગ ૪ પેન્સ (રૂ. ૨-૧૧-૦ ) છે. સ્ત્રીઓ વખતો વખત ખેતરોમાં કામ કરે છે, અને માથા ઉપર ખાતર ખેતરમાં લઈ જાય છે. તેઓ સામાન્ય રીતે પોશાક ઠીક પહેરે છે, અને દેખાવમાં સુંદર છે. આ દેશની સતત મજુરી કરતી સ્ત્રીઓનાં જેવાં સુંદર શરીરે મેં બીજે કંઈ જોયાં નથી. તેમના કંઠ અને હાથ ખાસ કરીને સુઘટિત છે.
તા. ૬ ઠી જુનને દિવસે બુકનન શ્રીરંગપટ્ટણથી પાછો બેંગલોર તરફ રવાના થે. મુંડીયમમાં ડાંગરની જમીન તળાવથી જ પાણી પીતી તેને માલુમ પડી. મદરામાં એક મોટું તળાવ તેણે દીઠું. જે સાતમેં વર્ષ ઉપર વિષ્ણુવર્ધન રાયે બાંધેલું કહેવાતું હતું. પાસેની નદીમાંથી બંધ બાંધી અને રે કહાડી. ને તેમાં પાણી લેવામાં આવતું; અને બરાબર સ્થિતિમાં હોય ત્યારે તેનાથી આસપાસની બધી જમીન બારે માસ પાણી પીતી. ચિનાપટ્ટમ જ્યાં પહેલાં જસદેવરાય નામના એક પાળેગાર રહેતા હતા ત્યાં કાચની વીંટીઓ, બંગડીઓ, તંબુરા, સારંગી વગેરેના લોઢાના તાર, સ્વચ્છ સફેદ સાકર, અને એ ચિત્રવિચિત્ર માલ બનતે હતો. આગળ ચાલતાં રામગિરી આવ્યું. પણ