________________
૧૬૨
પ્રકરણ ૪ થું.
દસમી મેએ બુકનન બેંગલોર આવ્યો. આ શહેર હૈદરઅલ્લીએ પોતાની સરહદ ઉપર એક સુંદર મુસલમાની શિ૮૫પદ્ધતિ ઉપર લશ્કરી કલા તરીકે બાંધ્યું હતું; પણ ટિપુ સુલતાને બ્રિટિશના બળ સામે નકામું ગણી તેનો નાશ કર્યો હતો. અહીંઆ ચોરસ તકતીઓવાળા વિશાળ બગીચાઓ હતા. આ હવામાં દ્રાક્ષ પુષ્કળ થતી, નારંગી અને પીચને સારાં ફળ બેસતાં અને કેપફગુડહાપથી આણેલા પાઈન અને ઓકનાં ઝાડો સારી હાલતમાં હતાં. બેંગલરની નજીકની ખેડવાણ જમીન ચાર દશાંશ જેટલીજ હતી. અને પૂર્વે જે જમીનમાં વાડીઓ હતી તે હવે ઉજજડ પડી હતી, કારણ કે તરતના યુધ્ધાને લીધે તળાવની કેઈએ દરકાર રાખી નહતી. હૈદરઅલી એ રાજ્ય આબાદ રાખ્યું હતું. તમામ લોકે ડૉ. બુકનનને મોઢે હૈદર અલીનાં વખાણ કરતા હતા પણ ટિપુના જુલમથી અથવા તેની લડાઈઓના પરિણામમાં દેશમાં કષ્ટ ઘણું હતું અને ખેડુતનો ચાર દશાંશ ઘરગામ છોડીને નાસી ગયો હતો.
૧૮ મીએ ડાકટર શ્રીરંગપટ્ટણમાં દાખલ થયો, અને ખાત્રીપત્ર રજુકર્યા, વળતે દહાડે તેણે પુણઆ પ્રધાનની મુલાકાત લીધી જેનાં જનરલ વેસલી અને જે જે અંગ્રેજોની સાથે તે સંબંધમાં આવ્યો હતો તે બધા બહુ વખાણ કરતા હતા. ટિપુ સુલતાનના વખતમાં પણ પુણ્આ ની સત્તા પુષ્કળ હતી, અને જે ટિપુએ એની સલાહ માની હતી તે ટિપુ ઉર્યો હત. ટિપુ પડ્યા પછી નવા રાજાના રાજ્યમાં તે મહેસૂરનો વાસ્તવિક રાજા થશે.
ટિપુ સુલતાનના વખતમાં શ્રીરંગપટ્ટણની વસતિ ૧૫૦૦૦૦ માણસની હતી. પણ ટિપુનાં યુદ્ધ પછી હાલ તે ૩૨૦૦૦ ની સંખ્યા થઈ ગઈ હતી. કાવેરીના ઉત્તર કિનારા તરફના મુલકનું નામ પટ્ટનઅષ્ટગ્રામ હતું. અને દક્ષિણ કિનારા તરફના મુલકનું નામ મહાસૂઅષ્ટ ગ્રામહતું. નદીની બે બાજુએ મુલક ઉંચાણું હતું. અને સ્વાભાવિક રીતે ફલપ હતો. ચારે તરફ હેરોની યંજનાથી જમીનોને પાણી આપવાની સારી ગોઠવણ હતી. કાવેરીનું પાણી ઠેકાણે ઠેકાણે ઘણે ખરચે બંધ બાંધીને આ નહેરમાં દાખલ કરવામાં આવ્યું