________________
૧૩૦
પ્રકરણ ૪ યુ.
નરસી જમીનનેા પ્રમાણમાં સરખા ભાગ એણે રાખવા કે મૂકી દેવા જોઇએ.
૬ દરેક ખેડુત જ્યાં સુધી જમીનના સરકાર હક આપે જાય ત્યાં સુધી તે તેની જમીનને સંપૂર્ણ માલિક ગણાવા જેઇએ; અને તે જમીન તે બીજા ખેડુતને મરજીમાં આવે તેટલી સાંથે' ખેડવા આપી શકે. અને મરજીમાં આવે તે વેચી પણ શકે.
છ સાધારણ પ્રસ ંગે પેદાશ નબળી આવે અથવા અકસ્માત થાય તે તેને સરકાર હકની માફી આપવામાં આવશે નહિ. કાચી આશામીએની મીલકત અથવા જમીનમાંથી એ સરકાર હક વસુલ થઈ ન શકે તે ગામ લેાકા પાસેથી તે વસુલ લેવા. પરતુ તેવી રીતે આખા ગામ ઉપર પડતી રકમના દશ ટકા કરતાં વધારે આપવાને તે બંધાયલા નથી.
૮ પડતર જમીન સરકારના હાથમાં રહે અને તેમાંથી ખેડવાણ થઇને જે ઉપજે તે સરકાર દાખલ થાય.
૯ ઘર દુકાન ધંધાના વેરા તેમજ જકાત તથા પરચુરણ ઈજારાની તમામ ઉપજ સરકારની ગણવી, જે રૈયતની જમીન ઉપર ધર અથવા દુકાને બંધાય, તે રૈયતને તે ઘર કે દુકાનોનું ભાડું લેવાને હક પણ તેમનાથી જમીન ઉપર માપણી પ્રમાણે જે દર ઠરાવ્યા હોય તેના કરતાં વધારે ભાડું લઇ શકાય નહિ.
૧૦ જે તળાવા વિશેષ માશીથી ખાનગી મિલકત ન થયાં હોય તે સરકાર ખરચે સમરાવવાં.
૧૧ તગાવી આપવી ધીમે ધીમે બંધ કરવી.
૧૨ પટેલ કરનમ વિગેરે ગ્રામાધિકારીએ અત્યાર સુધી જેમ હતા, તેમજ પણ દેશાધ્યક્ષ ( કલેકટર ) ના તાબામાં રહે.