________________
૧૪૦
પ્રકરણ ૪ થું.
.
ગ્રામ સંસ્થાની માલિકીની જમીનને સરકાર દાખલ કરી તેને બદલે કોઈ એક સખસને પગારથી નભાવીએ છીએ. આપણે દરેક ખેતર ઉપર સરકાર હકની મર્યાદા બાંધવાનો દેખાવ કરીએ છીએ, પણ તેમ કરવામાં વાસ્તવિક રીતે, ન પહોંચી શકાય એવી ભારે હદ સ્થાપિત કરીએ છીએ; અને રિયત ઉપર મરજી મુજબ આકાર નાંખીએ છીએ. આપણા પહેલાંના મુસલમાન સરકારની માફક ખેડુતને હળની સાથે જોરથી બાંધીએ છીએ. સ્પષ્ટ રીતે વધારે પડતા આકાર વાળી જમીન ખેડવાની ફરજ પાડીએ છીએ. જો ખેતી છોડીને નાશી જાય તે પાછો તેને તેના ખેતર ઉપર ઘસડી લાવીએ છીએ. મૈલ પાકે ત્યાં સુધી સરકાર હક નકી કરવાનું મુલતવી રાખી આખરે પઈએ પઈ સુધી જેટલું બને તેટલું તેની પાસે લઈએ છીએ; તે એટલે સુધી કે કેટલીક વાર તે બળદ અને બી સિવાય બીજું કાંઈ રહેવા દેતા નથી. અને, વખતે તે તેને પોતાને માટે નહિ પણ આપણે માટે ખેતી કરવાનું ઉત્સાહહીને કામ કરાવવા સારૂ બળદ અને બી પણ પુરાં પાડવાં પડે છે.
સ્થાયી અને માફકસર આકાર રૂપી સંરક્ષણ વિનાની રૈયતવારી પદ્ધતિમાં રૈયતની આ સ્થિતિ હતી.
છેવટે ગ્રામસંસ્થાઓના સંબંધમાં મહેસુલસભા લખે છે કે:-“જોકે આ પદ્ધતિ દરેક જીલ્લામાં સરખી ફતેહ મેળવી શકી નથી તે પણ બેલારી જેવામાં જ્યાં ચેડામાં ડી ફતેહ મળી છે, ત્યાં પણ દેશાધ્યક્ષો એક મતના છે કે તેથી ખેતી ઉપર નિર્વાહ કરનાર લેકની સ્થિતિ ઘણી સુધરી છે; અને ગ્રામસંસ્થાઓથી પટેલીઆ જ સારા આશામી થયા છે, એમ નથી પણ ખેડુતના મોટા વર્ગને તેનાથી ઘણો ફાયદો થયો છે. રૈયતવારી વસતિ દરેક ઠેકાણે ક્ષય પામી છે, અને પટેલીઆઓ રૈયત ઉપર જુલમ કરી શકતા નથી એટલું જ નહિ પણ તેમની નબળી પડેલી સત્તાને તહસીલદારોની મદદ આપવી પડે છે. આ કડપા અને આરકેટના