________________
૧૩૮
-
પ્રકરણ ૪ થું.
દારો પાસે પાળેગારોની પેઠે જમીનનો કબજો છોડાવી દીધા હતા, અને તેમને આપણી ઉદારતા ઉપરજ આપણું પેનશનર તરીકે રાખ્યા હતા પણ જ્યારે દેશી સરદારો ઉપર લેકોની મમતા, અને જમીનદારોની સ્થાનિક સ્થિતિ વિચારમાં લઈએ ત્યારે આવી નીતિ જેવી અનુદાર તેવી જ ડહાપણ વિનાની
ગણાય. ”
રૈયતવારી પદ્ધતિના સંબંધમાં બોલતાં તે લખે છે કે “યતવારી પદ્ધતિ ૧૭૯૨ માં આપણને મળેલા બારામહાલ અને સલેમના જીલ્લાઓમાંથી જન્મ પામી છે; અને કલરેડ, કર્નલ મને અને કર્નલ મેડલેડે તે અમલમાં મૂકી છે.
આરકેટના ઉત્તર વિભાગમાં મિરાસદારના તમામ હકે રદ કર્યા, અને તે બધા સરકારી ઉપજમાં દાખલ કરી દીધા. ટુંકામાં માપણીનો આકાર એટલે તે વધારી દીધો કે વચલા જમીનદારોને માટે જે કાંઈ રહે તે સરકાર હકમાં સમાઈ જાય. ખેડુત અને સરકાર વચ્ચે કઈ પણ વચલે માણસ સ્વીકાર્યો નહિ.
“યતવારી જમાબન્દી તહસીલદાર અને શરસ્તેદારે ઘણે ભાગે વર્ષોવર્ષ કરતા; અને સામાન્ય રીતે મેલ આવે ત્યાં સુધી તે પૂરી થાય નહિ અને પછી જેટલું બને તેટલું વધારે લેવાય તેવી રીતે જમાબદીનો ઠરાવ થતો. જે માલ સારા હોય તે રૈયત ન આપી શકે તેટલો ઊંચો કર તેના ઉપર• નંખાય. જે મેલ મોળા હોય તો પણ પછી તેના ઘરમાં કાંઈ ન રહે તેવી રીતે માગણી થાય. અને રૈયત કંઈજ આપી ન શકે તેવી સ્થિતિમાં જ્યાં સુધી ન હોય ત્યાં સુધી કંઈ પણ માફી આપવામાં આવે નહિ. આ બાબતો નિર્ણય કરવા માટે રૈયતની શકિતની સખ્ત તપાસ કરવા હુકમ થતા. એક જણને માફી આપે તો તેને અમુક ભાગ પડોશીઓને આપવાની ફરજ હતી; તેથી પડોશીઓ પણ ચેકસીદાર બની જતા હતા.
જેટલી જમીન ખેડુતના ખાતામાં ચડી હોય તેટલી બધી જમીનનો કબજો રાખવાની તેને વસુલાતી અધિકારીઓ ફરજ પાડતા, અને મિ. થેકરે