________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક
વહીવટના કામમાં દેશીએની સામીલગીરી.
“યારે આપણે દેશીઓને દરેક માટી જગાએમાંથી બાતલ કરીએ અને હમણાં સુધી જેમ કહેતા હતા તેમ-એમ કહીએ કે આ કરેાડા માણસની વસતિમાંથી કાઇ પણ દેશીને એક સાટી મારવા જેટલી પણ સત્તા સેપી શકાશે નહિ, ત્યારે આપણું રાજ્ય ‘ માબાપ ’ છે એ આપણે કેવી રીતે કહી રાકીશુ ? આ પ્રમાણે એમને બાતલ કરવાથી આખી પ્રજાને અધોગતિની શિક્ષા થાય છે, જેને કાંઇ પણ બદા નથી. આખી દુનિયામાં એક આખી પ્રજાને આવી અધાતિ આપનારી શિક્ષા કર્યાનેા દાખલા નથી. આમ કરવામાં હેતુ તે નબળાઇ અને ભૂલ જ છે; પણ તે આ લેાકેા કદી સમજી શકશે નહીં. આપણે એમનેા ઉત્કર્ષ સિદ્ધ કરવાનુ ધારીએ છીએ પણ પગલાં વિરૂદ્ધનાં ભરીએ છીએ. ઉત્કર્ષના હિમાયતીઓ ઉત્કર્ષતા આધાર શા છે તે જાણતા નથી. એમની દરખાસ્ત એવી છે કે દેશીઓ ઉપર કાંઇ વિશ્વાસ ન મૂકવા; તેમને કાંઇ સત્તા ન આપવી; અને જેમ બને તેમ પ્રત્યેક અધિકારમાંથી તેમને બાતલ કરવાઃ પણ જ્ઞાનના સામાન્ય વિસ્તાર કરીને તેમને પ્રકાશ આપવાને તે બહુ ઉમંગ ધરાવતા જણાય છે.
અંધાર યુગમાં પણ આવા ઉદ્ધૃત અને અયથાર્થ વિચાર કાઇને પણ યે નહિ હોય. કારણ કે કાઇ પણ કાળમાં કે કાઇ પણુ દેશમાં, ધન, કાર્તિકે અધિકારની પ્રાપ્તિની આશા વિના જ્ઞાન સ ંપાદન કરવાને ખીજું શું ઉત્તેજન થયું છે ? અને ખીજી રીતે જોઇએ તે! જ્ઞાન સપાદન કર્યાનેા અર્થ શેા છે, જે તે જ્ઞાનને, પ્રજાની સેવામાં, દેશની રાજ્ય વ્યવસ્થામાં સહુ સહુની યાગ્યતા પ્રમાણેની જુદી જુદી પૂરજો બજાવવામાં ઉપયોગ ન થાય તે
66
આપણાં પુસ્તકા એકલાં કાંઇજ કરી શકશે નિહ. સુકું સાદુ` સાહિત્ય કાઇ પણ પ્રજાનું શાલ કંદી સુધારી શકતું નથી. આ ફળ પ્રાપ્ત કરવાને માટે તેા સાર્વજનિકકાર્યભાર ધન અને કીર્તિના દરવાજા ઉધડવા જોઇએ.