________________
૧૪૪
પ્રકરણ ૪ થું.
ખેડુતે વીશમાથી નવ ભાગ એટલે ૪૫ ટકાનો ભાગ આપતાં તેમના ભાગના રૂ. ૧૪૪૬૨ થાય. અને સરકારને રૂ. ૧૭૬ ૬૭ રહે.
આકાશીઆ જમીન-આકાશીઆ જમીન અને વાડીની ઉપજ એજ ધરણે ગણીને અને પેદાશની કિંમત ખાંડી એકના રૂ. ૨૮ ના હીસાબે ગણતાં આકાશીઆ જમીનના સરકાર હકના રૂ. ૭૬૮ થાય અને વાડીના રૂપીઆ ૨૦૫ થાય છે.
ખેડુતોએ દેશાધ્યક્ષની ગણત્રી અને વેચાણ કિંમતને દર જે તેણે ઠરાવેલ તેની સામે વાંધો લીધો. ત્યારે થોડીક છુટછાટ કરી, અને મહેસુલસભા એવા ઠરાવ ઉપર આવી કે તે ગામની વાર્ષિક સેકાર હકની ઉપજ રૂ. ૧૫૬ ૦૦) આવશે. બીજા શબ્દોમાં કહીએ તો ગામની અંદાજી પેદાશના અર્ધ ભાગ એટલે સરકાર હક આ નવી જમાબન્દીમાં ઠરાવવામાં આવ્યો.
ત્રિચિનાપલી.
આ જીલ્લામાં એક ગામ પસંદ કરવામાં આવ્યું. એની જમીન માપી વર્ગવારી કરી ત્યાંના આંકડા ઠરાવવામાં આવ્યા. અંદાજી ઉપજ ૫૮૧૬ કલમની આવી.
સરકાર અને લોક વચ્ચે શરસ્તા મુજબ સરખા ભાગ કરી નાંખતાં સરકારને ભાગે ૨૮૦૮ કલમ થાય. તેની દેશાધ્યાક્ષની ગણત્રી પ્રમાણે કિંમત ઠરાવતાં રૂ. ૩૨૩૨ થાય છે. તે પછી થોડાક સરવાળા બાદબાકી કરીને આખરે રૂ. ૩૨૧૧ સરકાર ભાગના નક્કી ઠર્યા. જમીન ઉપર સરકાર હક અરધો અરધ ઠરાવાય તે દ્રારિદ્રયકરજ કહેવાય; પણ મદ્રાસની મહેસુલસભા એક તૃતીયાંશનું પ્રમાણ મુકરર કરવામાં પણ અચકાતી હતી, છતાં સરકારની માંગણી માફકસર હોવાને દા રાખતી હતી. લખે છે કે કુલ પેદાશને ત્રીજો ભાગ