________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૨૮
વધારે પેદાશનો એક તૃતિયાંશ સરકાર હક તરીકે લઈ શકાય; તેમજ જે લેકે ખેડુત નથી, તેઓ એજ સરતે નુકસાન ખખ્યા વગર જમીનને ભોગવટો કરી શકે. આથી મારો અભિપ્રાય એવો થાય છે કે સરકાર હકની આ મર્યાદા
જ્યાં સુધી આપણે ન બાંધીએ ત્યાં સુધી વસતિના બધા વર્ગો જમીન રાખી શકશે નહિ, અને ત્યાં સુધી એ ખાનગી મિલકત પણ થઈ શકશે નહિ. તેમજ લેકની સ્થિતિ અને સરકારની ઉપજ વધારી શકે તેવો “અચલ જમાબન્દીને ” બબસ્ત પણ થઈ શકશે નહિ. તેટલા માટે હું ધારું છું કે આવેલા પ્રાન્તમાં કુલ પેદાશના ત્રીજા ભાગ જેટલે સરકાર હક ઠરાવો અને અચળ બંદોબસ્ત કરે. અત્યારે ૪૫ ટકા છે એને આ ભૂમિકામાં લાવવા માટે ચોથા ભાગને હક માફ કરવો પડશે.
હવે આ જીલ્લાઓનો અચળ બંદોબસ્ત શી રીતે કરવો તે હું બતાવું૧ બંદોબસ્ત રૈયતવારી કરે. ૨ ખેડવાણ જમીનના વિસ્તાર પ્રમાણે જમાને આંકડે વર્ષો વર્ષ વધા
રવો ઘટાડવો. ૩ માપણીના જમાના દરમાં ૨૫ ટકાનો ઘટાડે કરે. ૪ કુવેતર જમીનમાં અથવા જ્યાં નદી અને નાળાંમાંથી મહેનત કરીને પાણી પવાય છે, ત્યાં આ ઉપરાંત બીજા આઠ ટકા (જુમલે ૩૩ ટકા ) પૂરત ઘટાડો કરવા; એવી સરતે કે ખેડ કુવા અને બધે પિતાને ખરચે સારી સ્થિતિમાં રાખે. એ જ પ્રમાણે જ્યાં નાનાં નાનાં તળાવમાંથી પાણી પવાય છે ત્યાં જે ખેડુતો સમાર કામનું
ખરચ પિતાને માથે રાખે છે તેટલો ઘટાડો કરે. ૫ વર્ષ આખર દરેક ખેડુતને પોતાની સ્થિતિના પ્રમાણમાં જમીન વધારવા કે મૂકી દેવાની છૂટ આપવી; પણ એ જમાન રાખે કે મૂકી દે પણ તેને જમીનની પસંદગી કરવાનો હક આપે નહિ. સારી અને