________________
૧૩૨
પ્રકરણ ૪ યુ.
૧૮૧૩ માં કમ્પનીનેા પટા તાજો કરવાના પ્રસ ંગે દિવાને આમની કમિટી આગળ તેની જુબાની લેવાઇ હતી, તે વખતે તેણે કમિટી આગળ એનાથી અન્ય તેટલા ભાર મૂકીને સરળતાથી અને નિશ્ચયથી એજ ધારણનુ પ્રતિપાદન કર્યું છે અને અચળતાના સંબંધમાં રૈયતવારી અને જમીનદારી બન્દેબસ્ત વચ્ચે ક ંઇ તફાવત નથી, પણ ફેર એટલેાજ કે રૈયતવારી પદ્ધતિથી ખેડવાણ જમીન જેમ વધતી જાય તેમ તેમ સરકાર ઉપજ વધતી ય, એમ સ્પષ્ટ કર્યું છે.
ઉપરથી આટલું સાબિત થાય છે કે મનેાના મનમાં રૈયતવારી જમાઅન્દી ખેડવાણ જમીનના વધારાના પ્રસંગ સિવાય સ્થિર કરવાની વાત હતી; એટલે સ્થિરતાના સંબંધમાં તે કાર્નવાલિસ અને મને! વચ્ચે આ સિવાય બીજો ફેર ન હતા. આ વાત ખાસ કરીને ધ્યાનમાં રાખવાની જરૂર છે. કારણ કે હાલમાં મદ્રાસની સરકારે નિયત અચળ અને સ્થિર જમાબન્દીના રૈયતના હક ઉપર પાણી ફેરવીને, મનેાની રૈયતવારી જમાબન્દીના મૂળ તત્વાને જ અનાદર કર્યો છે.
મનેાને સ્થિર જમીનદારી બન્દેોબસ્તઅપ્રિય થયા હતા, અને સ્થિર રૈયત વારી અન્દોબસ્ત ઇષ્ટ માન્યા હતા; ત્યારે મદ્રાસની વસુલાતીસભા સ્થિર મારેવારી જમાબન્દીની ચેાજનાની હિમાયત કરતી હતી. મનેાના ૧૫ મી આગસ્ટ ૧૮૦૭ ના પત્રના સબધમાં તે લખે છે કેઃ—
૨૯. મદ્નાની આ યેાજના આ જીલ્લાઓને લાગુ છે એટલુ જ નહીં પણ ખીજાઓને પણ લાગુ પડે છે; અને સરકારની નાણાંની સ્થિતિ એમના અભિપ્રાય પ્રમાણે ૨૫ ટકા અથવા ૧૫ ટકા જેટલી પણ માપી આપવાને શક્તિવાન હોય તો અમને તે ધણુ ષ્ટ છે, અને પરિણામે ધણું લાભદાયક છે. રૈયત પાસે જેમ થાડુ' લઇએ તેમ તેની સ્થિતિ વધારે આબાદ થાય એ નિર્વિવાદ છે.