________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૩૧ ૧૩ ખાનગી લેણદારે જે રૈયતની મીલકત ઉપર ટાંચ લાવે તે તેમણે
રૈયતનો સરકાર હક આપવો, અને ટાંચ લાવતાં પહેલાં તેની પાસે
સરકાર હકના જમાન લેવા. એના પ્રણેતાના અભિપ્રાય પ્રમાણેની રૈયતવારી બંદે બસ્તની એજનાની બરાબર સમજણ પડવા માટે આટલા લાંબા ઉતારા જરૂરના જણાયા છે.
મસ મની ઇચ્છા છુટા છુટા ખેડુત સાથે ઠરાવ કરવાની, તે ઠરાવ નિત્ય કરવાની અને ખેડવાણ જમીનના વધારા ઘટાડાના પ્રમાણમાં વધઘટ થઈ શકે તેવી રીતે ઠરાવ કરવાની હતી.
લેંડ વિલ્યમ બેન્ટિક ૧૮૦૩ માં લોકલાઈવની પછી મદ્રાસને ગવર્નર થયો તેને પણ તેજ અભિપ્રાય હતે. સને ૧૮૦૬ માં એક નંધમાં તે લખે છે કે “ જમીનદારી બન્દોબસ્ત બંગાળને ઈષ્ટ હતા, કારણ કે ત્યાં વંશપરપરાના જમીનદારો હતા, પણ મદ્રાસના જે ભાગોમાં તેવા જમીનદારો નહતા ત્યાં તે બન્દોબસ્ત ઈષ્ટ નહોતે.
“મને ખાત્રી છે કે નવા જમીનદારો ઉભા કરવામાં સરકારનું કે રૈયતનું હિત નથી. યાવચ્ચદ્રદિવાકર બધેબસ્ત કરવાના ધોરણની હું જરા પણ વિરૂદ્ધ નથી. હું તે ધરણને ભક્ત છું, અને તે ઘેરણ આ તેમજ દુનિયાના બધા ભાગોને માટે ઇષ્ટ છે.”
તેજ વર્ષમાં એક બીજી નોંધમાં તેઓ લખે છે કે જે નિયમિત ધોરણો પ્રમાણે ખેડુને એક વર્ષની મહેનતનું પૂરું ફળ મળે તેવી રીતે વાર્ષિક ઠરાવો કર્યાથી આટલા બધા નિઃશંક ફાયદા થયા છે તો હું ધારું છું કે તેજ ધોરણ ઉપર રચેલા રૈયતને વધારે લાભ મળે તેવી રીતે કરેલા યાવચ્ચન્દ્રદિવાકર ઠરાવે વધારે પ્રમાણમાં ફાયદાકારક થશેજ.
ઉપરના ઉતારા ઉપરથી જણાશે કે મને તેમજ બેટિન્કે જ્યારે રૈયતવારી બન્દોબસ્ત કરવાની હિમાયત કરી ત્યારે યાવચ્ચન્દ્રદિવાકર ઠરાવ કરવાનું ઘેરણજ તેમના મનમાં હતું. મને વિલાયત ગયો તે પછી છએ વર્ષે એટલે