________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. મને એમ નિસંશય લાગે છે કે જે આ ઇલાકાઓ દશ વર્ષને પટે આપવામાં આવશે તો તે મુદત આખર દેશ દરિદ્ર અને પાયમાલ થઈ જશે. *
આ પછીની એક નંધમાં ફરીથી લેડ કૉલિસ પોતાના રાજ્યનીતિનિપુણ અભિપ્રાય આ પ્રમાણે દર્શાવે છે.
જે આપણે કાયદા ઘડીને જમીનદારોને પિતાનો ઉદ્યોગ અને નીતિનું ફળ આપીએ, અને તેની સાથે જ “આલસ્ય અને ઉડાઉપણાનું ફળ પણ અનુભવવાનો પ્રસંગ આપીએ તો થોડા વખતમાં કાંતે તેમણે પોતાનું કામ કરતાં શીખવું પડશે, અથવા જમીનને જેઓ ખેડી સુધારી શકે, તેવાઓને નામે જમીન ચડાવી આપવાની તેમને ફરજ પડશે. જમીનદારોને નીતિવાન અને સામાજીક હિતના ડાહ્યા નિક્ષેપી બનાવવાને આપણે માટે અથવા કોઈપણ સરકારને માટે આજ એક અસરકારક ૪ માર્ગ છે.
માહીતી એકઠી કરતાં વિશ વર્ષ લાગ્યાં છે. સને ૧૭૬૮ માં આપણે તજવીજદારો નીમ્યા; ૧૭૭૦ માં પ્રતિક મહેસુલ સભાઓ સ્થાપી; ૧૭૭૨ માં મુખ્ય સભાની તમામ સત્તા આપીને એક ફરીથી કમિટી નીમી; સને ૧૭૭૬ માં આખા દેશના સાથનાં પત્રકે કરવાને અમીને નીમ્યા; સને ૧૭૮૧ માં મહેસુલની પ્રાન્તિક સભાઓ કહાડી નાંખી અને છેલ્લે છેલ્લે દેશાધ્યક્ષો (Collector ) મોકલ્યા, અને સરકારની પ્રત્યક્ષ નજર નીચે કલકત્તામાં એક મહેસુલ સભા નીમી તેને તમામ મહેસુલ વહીવટ સોંપ્યો. આપણા પૂર્વજોની પેઠે આપણે પણ માહીતી મેળવવાથી શરૂઆત કરી અને તે એકઠી કરતાં ત્રણ વર્ષ લાગ્યાં અને બધા દેશાધ્યક્ષએ દરેક અગત્યની બાબત ઉપર થોકડાબંધ રિપેર્ટો મોકલ્યા છે -- ” * * * *
ઉપરનાં કારણથી અને ખાનગી ધનને પરદેશ મકલી દીધાથી થયેલા ભારે અપવાહનાં પરિણામ ઘણું વર્ષથી જણાવા માંડ્યાં છે. તેનું રૂપું ઘટી
* લૅડૅ કૅલિસની મિનિટ. ૧૭૬૦