________________
૧૨
પ્રકરણ ૩ .
ટોમસ રોડે તે કમિટી રદ કરી, પણ પાછી ૧૭૮૩ માં એની પુનઃ સ્થાપના થઈ, અને ૧૭૮૮ સુધી તપાસ ચાલી.
આ કમિટીએ કરેલા રિપોર્ટ ઉપરથી દેખાયું કે ઉત્તર સિરકારની જમીન ઘણે ભાગે જમીનદારના હાથમાં હતી. પહાડી મુલકના જમીનદારો ઓરિસાના રાજાના વંશજો હતા. તેઓ પોતપોતાના રાજ્યમાં સ્વતંત્ર રાજા હતા, અને મુસલમાન બાદશાહને નિયત જમા આપતા. સપાટ મુલકના જમીનદારો બાદશાહની સત્તા નીચે વધારે હતા, પણ જ્યાં સુધી બાદશાહીને નિયત જમા આપે જાય ત્યાંસુધી જમીનની સાથ વિગેરે ખેડુ પાસેથી લેવાને તેમને હક હતો.
આ સિવાય ત્યાં બીજી હવેલીની જમીન હતી. તે બાદશાહની કહેવાતી. આ જમીન તે તે રાજધાનીઓના શહેરની આસપાસ હતી અને મુસલમાન બાદશાહના મુલકી અને લશ્કરી નોકરોના પગાર વિગેરે પુરા પાડવામાં તે હજમીનની ઉપજને ઉપગ થતો હતો. એક અમલદારે એવું લખેલું છે કે
બ્રિટિશ સરકારની સ્થાપના થયા પછી આ હવેલીની જમીન જમીનદારની સત્તાની જમીન નથી, એમ કહી શકાય. તે જમીન સરકારની જ ગણાય અને તેમાં મહેસુલ ઉઘરાવવાની જે ગોઠવણ કરવી હોય તે થઈ શકે.” પણ તેમણે તે જમીન ઇજારે આપી અને લેકના ઉપર જુલમને એક મોટો પ્રસંગ ઉભો કર્યો.
જમીનદારીની તેમજ હવેલીની જમીનમાં પ્રથમથી જ ગ્રામસંસ્થાને વહીવટ હતો. ગામાતનો વહીવટ એક સાદા સ્વરાજ્યનો વહીવટ હતો જેથી દરેક ખેડુનું જમીનદાર તેમજ બાદશાહીના જુલમથી રક્ષણ થતું. આ પરાપૂર્વની સંસ્થા-મનુના વખતમાં પણ પરાપૂર્વની હતી-વંશના વંશાની અને બાદશાહની ઉથલપાથલમાં પણ ટકી રહી હતી; એને લીધે લડાઈના પ્રસંગોમાં ગામડાંઓમાં શાંતિ અને વ્યવસ્થા રહી શકતી હતી; ઈસ્ટ દૂ ઇન્ડિયા કંપનીને નેકરને આ સંસ્થા વિલક્ષણ અને સર્વોત્તમ લાગી હતી.