________________
૧૧૮
પ્રકરણ ૩ જુ.
થાય છે. મોજણીદાર રિપોર્ટ કરવામાં લાંચથી દરાય છે અને ખેડુત તેમજ સરકાર સામે હજારે દગા થાય છે. જ્યાં વજે લેવાય છે ત્યાં કાંતે વજેભાગ ખરી કિંમત કરતાં ઘણે ઊંચે ભાવે ખેડુતને જ માથે નાખી દેવામાં આવે છે, અથવા બજારભાવ મુકરર કરવામાં આવે છે કે જેથી જ્યાં સુધી સરકારી માલ વેચાઈ ન જાય ત્યાં સુધી તેથી નીચે ભાવે કાંઈ વેચાઈજ ન શકે, એવી ગોઠવણ થાય છે. આવી કંગાલ ગોઠવણથી દેશ તરતજ પાયમાલ થઈ જશે એવો વિચાર આવે એ અસ્વાભાવિક નથી.”
તેજ પ્રમાણે બ્રિટિશ મુલકના સંબંધમાં પણ તે લખે છે કે “મહેસુલ સભાએ દેશાધ્યક્ષના પગાર વધારવાની થેડા વખત ઉપર માંગણી કરી હતી, જે સરકારે બહુજ નારાજ થઈને રદ કરી હતી. પણ આમ કરવામાં તેમણે મનુષ્યસ્વભાવના અથવા ખરી રાજ્યનીતિના જ્ઞાનનું તેમનામાં કેવળ અંધારું હતું એટલું જ પ્રગટ કર્યું. કારણકે જ્યારે માણસે એવી સ્થિતિમાં મુકાય છે કે જ્યારે તેમના દેખાતા પગારથી તેઓ કદી સ્વતંત્ર સાધનવાળા થઈ શકે જ નહિ, પણ વાત જણાઈ જવાની બીક વિના લેકને લુંટીને એકદમ શ્રીમંત થઈ શકે, ત્યારે પક્ષ સ્વીકારો તે બાબતમાં બહુ વિચાર કરવા જાય, એવા મનુષ્યો એટલા થોડા છે કે તે હિસાબમાં પણ ગણવા ન જોઈએ. પિતાના પગાર કરતાં વધારે ખરચ કરીને રહેનાર દેશાધ્યક્ષે ઘણાં થોડાં વર્ષોમાં મોટું ધન સંપાદન કરતા આપણે રોજ જોઈએ છીએ. આનો રસ્તો બહુજ સાદે છે. જ્યારે નાણાંમાં સરકાર હક અપાય ત્યારે સરકારમાં બે પત્રક આપીને ઉપરનું ગજવામાં મૂકે. જ્યારે વજે વસુલ થઈ હોય ત્યાં જમીનની ઉપજ અથવા વેચાણના આંકડા ખાટા બતાવીને ગજવાં તર કરે. દેશાધ્યક્ષે વિદ્વાન અને શિલસંપન્ન હોઈને આવા જૂઠમાં નહિ ઉતરે એમ કહેવું તે નકામું છે. વાસ્તવિક હકીકતજ આવા અનુમાનની વિરૂદ્ધ છે.”
૧૯૯૪ માં બારામહાલની રૈયતવારી જમાબન્દી પૂરી થઇ.