________________
૧૧૬
પ્રકરણ ૩ જી.
ઉપજના અમુક ભાગ લેવા માંડયેા. બીજી જગાએમાં નિયત રકમેા માટે જમીનાના ઇજારા આપી દીધા તે પણુ સામાન્ય ગાઠવણ એ હતી કે દેશાધ્યક્ષ ગામેાના પટેલો જોડે સામટા દેબસ્ત કરતા અને આ પટેલા દરેક ખેડુતા સાથે ગાઠવણ કરી લેતા. સને ૧૭૯૪ માં જ્યારે કમ્પનીના પ્રાંતિક મુખીએ અને તેમની સભાએ કહાડી નાંખવામાં આવી ત્યારે મહેસુલસભાની દેખરેખ નીચે દેશાધ્યક્ષા જ મહેસુલની વસુલાત માટે જવાબદાર રહ્યા; અને જ્યારે જમીનદારી જમીનના અચળ પટા થયા ત્યારે હવેલીની જમીનેાના પણ નાના નાના કટકા કરી એક હજારથી ૫૦૦૦ પેગાડા વાર્ષિક ઉપજ આવે તેટલી જમીને અચળ જમીનદારીના હકથી જાહેર હરાજી કરીને આપી દીધા. મદ્રાસ શહેરની આસપાસની જમીનની પણ એજ વખતે અચળ જમાબન્દી
થઇ ગઇ.
ઉત્તર સિરકાર અને મદ્રાસની આસપાસની જમીનેાની જમામદીના ૧૭૬૫ થી ૧૮૦૫ સુધીના આ ઇતિહાસ છે. પણ આ અરસામાં બન્ને મુલક કમ્પનીના હાથમાં આવ્યા હતા અને હવે આપણે તે તરફ નજર કરીએ.
લે કૅાર્નવાલિસની ટિપુ સુલતાન સાથેની લડાઇ ૧૭૯૨માં શ્રીરંગપટ્ટણુના સંધિથી બંધ પડી. તેને પરિણામે સલેમ અને કૃષ્ણગિરીના અને બારામહાલના જીલ્લાએ જીં ંગ્રેજના હાથમાં આવ્યા. લેર્ડ વેસ્લીની ટીપુ સુલતાન સાથેની છેલ્લી લડાઇઓએ કાનડા, કોઇમ્બતુર, બાલાટિ અને કેટલાક મુલક આપ્યા. ૧૯૯ માં વેસ્લીએ ત જાઊર ખાલસા કર્યું, અને ૧૮૦૦ માં કૃષ્ણા અને તુંગભદ્રા વચ્ચેના બધા મુલક નીઝામ સરકાર પાસેથી ઈંગ્રેજે લઇ લીધેા. લેર્ડ વેસ્લીએ આૉંટના નવાબને સાલીયાણું બાંધી આપી વાનપ્રસ્થ કર્યાં; અને તેથી કર્ણાટકનેા તમામ પ્રદેશ કમ્પનીના રાજ્યમાં ઉમેરાયેા. આમ દશ વર્ષની અંદર, ૧૭૯૨ થી ૧૮૦૨ના અરસામાં, અત્યારના મદ્રાસ ઇલાકાની તમામ ઉમદામાં ઉમદા જમીન ઈંગ્રેજના હાથમાં આવી અને તેની સાથે જમાદીની એક નવી રીત ઉદય પામી. જ્યારે બારામહાલના પ્રદેશા કંપનીના હાથમાં આવ્યા, ( ૧૭૯૨ )