________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
૧૨૫
સત્તા છિનવી લેવાનો હુકમ કર્યો તેમાં તેઓ વાજબી હતા. કારણ કે રાજ્ય વહીવટની નવીન પદ્ધતિ પ્રમાણે લશ્કરી સત્તા રાજ્યના હાથમાં જ રહેવી જોઈએ. પણ પિતાના રહેવાના ગામની સીમ બહારની તમામ જમીન પડાવી લેવી, તેમના ઉપરની જમા એકદમ બેસુમાર વધારી દેવી, અને તેમને વાસ્તવિક રીતે વિનાશ કરીને બળ શાંત કર, આ કાંઈ ડાહી કે ઈન્સારી રાજ્યનીતિ કહેવાય નહિ. તેમણે સત્તરમા અને અઢારમા સૈકામાં દક્ષિણ હિંદુસ્તાનમાં ચાલતી લઢાઈઓના પ્રસંગોમાં પોતપોતાની જાગીરમાં કાંઈક શાંતિ અને વ્યવસ્થા રાખી હતી; જે વખતે બીજી કોઈપણ વ્યવસ્થિત સત્તા તે પ્રદેશમાં ન હતી તે વખતે તેમણે વણકરોનું અને બીજા શિલ્પીઓનું તેમજ ખેડુતોનું રક્ષણ કર્યું હતું; તેમણે આખા દક્ષિણ હિંદુસ્તાનમાં જમીનને પાણી પીવા માટે માટાં મોટાં જળાશયો બાંધ્યાં હતાં, અને નેહેરે ખેદાવી હતી; અને ફ્રેન્ચ સાથેની પહેલી કર્ણાટકની લડાઈઓમાં જ્યારે મદ્રાસ ઈગ્રેજેના હાથમાંથી છૂટી ગયું હતું તે વખતે તેમણે અંગ્રેજોને શરણ આપ્યું હતું. જો પાળેગારો તોફાની અને જુલમી હતા તો તે તે સત્તરમા અને અઢારમાં સૈકામાં એશિયા અને યુરોપના બધા સરદારને અને ઉમરાનો સામાન્ય સ્વભાવ હતો. ડાહ્યા નીતિનિપુણ રાજયપુરૂષ તે તેમને “નિર્મૂળ કરવા” કરતાં વ્યવસ્થા સર કરવાનું વધારે દુરસ્ત ધારે. કોઈપણ સરકારને માટે દેશની જુની સંસ્થાઓ બદલાવવામાં ડહાપણ નથી. એક પરદેશી સરકારને માટે ખેડૂતોની સાથે પરબારો ઠરાવ કરવાથી ઉપજ વધે તેટલા સારૂ એક આખા વર્ગને નાબુદ કરો અને તેના માલિકીના હક જપ્ત કરવા એ અનુચિત છે.
મદ્રાસમાં લોર્ડ વેસ્લીએ ચલાવેલી રીતિ, લોર્ડ કોર્નવોલીસે બંગાળામાં ચલાવેલી રાજ્યનીતિને મુકાબલે અત્યંત અનુચિત જણાશે. લોર્ડ કોર્નવૅલીસે બંગાળાના ખેડુત વર્ગને વંશપરંપરાના જમીનદારના તાબામાં રહેતા
યા, અને તેમણે જમીનદારી પદ્ધતિને બળવાન કરીને કાયમ કરી. લેડ વેલની સરકારે કર્ણાટકને મોટે ભાગ પાળેગારની સત્તામાં જોયો, પણ