________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ. ૧૨૩ આ પાળેગાર પ્રથમ તે ગામોના મુખી અથવા તે તરેહના અમલદારો હતા. પણ પાછળથી દક્ષિણમાં થયેલા રાજ્યવિપર્યયને અંગે, સત્તાના જે મોટા ફેરફારો થયા તે ફેરફારોમાં તેમની વાસ્તવિક સ્થિતિ, લશ્કરી રાજ્યકર્તાએની થઈ હતી. એ લેકે પોતાની જાગીરો શા ધોરણથી ધારણ કરતા હતા તેની વિગત તેમની રજુ થયેલી સણમાં-નીકળતી ન હતી, પણ તે ઉપરથી આટલું સ્પષ્ટ હતું કે તેઓ બાદશાહના આશ્રયમાં અને કર્ણાટકના સુબાના તાબામાં હતા; અને તેમને તેઓ જમા આપતા, તેમની સવારીમાં જ્યારે જ્યારે તેમને બોલાવવામાં આવે ત્યારે હાજર રહેવાને તેઓ બંધાયેલા હતા, અને હકુમતના પ્રમાણમાં પિતાની પાસે લશ્કર રાખવાને તેમનો હક હતો.
પાળેગારની સ્થિતિ સંબંધે વૈરન હેસ્ટિંગ્સના વખતથી ઘણો પત્ર વ્યવહાર ચાલ્યા છે. કર્ણાટકના નવાબે પોતાની રૈયત ઉપર કાબુ વધારવા માટે આ સ્થાનિક સરદારોને નાશ કરવા ઘણી વાર અંગ્રેજની મદદ માગેલી, પણ અધ્યક્ષસભાને પાળેગારોની સામે નવાબને મદદ કરવા સારૂ બ્રિટિશ સેનાનો ઉપયોગ કરવો બહુ પસંદ પડેલે નહિ હતું. અને તેમણે એવા સ્પષ્ટ અને નિયત હુકમ આપ્યા હતા કે “પાળેગાર નામના દેશી સરદારોનો વિનાશ ન કરે,” એમને ભયંકર હાલતમાં મૂકવા એ અમને અમાનુષ લાગે છે, નવાબને વહીવટ નરમાશવાળ નથી અને મહેસુલ વસુલ કરવામાં ઘણે જુલમ થાય છે.” એમણે એવી ધાસ્તી પણ બતાવી હતી. કર્ણાટકના લેકને ઘણાં કષ્ટ વેઠવાં પડે છે એ વાત તેઓ સારી પેઠે જાણતા અને તેની સાથે કર્ણાટકના નવાબનો જુલમ એ મોટામાં મોટું કષ્ટ હતું તેની પણ તેમને ખબર હતી. - ૧૭૯૨ માં કર્ણાટકના નવાબ સાથે કર્નાલિસનો સંધિ થયા પછી ૧૭૯૫ના ખરીતામાં એ સંધિના ધેરણના સવિસ્તર વિવેચનમાં તેઓ ઉતર્યા છે; તે પછી હિંદુસ્તાનમાં ચર્ચા ચાલી અને ૧૭૯૭ માં મદ્રાસના તે વખતના ગવર્નર લૈર્ડ હેબર્ટ આ પાળેગારને ઉપયોગી રૈયત અને સરકારના ખંડણીદાર