________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઈતિહાસ.
નેવું હજાર પાંચને શીર પાઉંડના નવા દાવો દાખલ થયા, અને આ દાવાને નિકાલ કરવા અધિકારીઓ નીમાયા. આ વખતે કર્ણાટક લોર્ડ વેસલીએ ખાલસા કર્યું હતું, એટલે હવે તે બ્રિટિશ મુલક હતા. દાવા મંજૂર થાય તો નાણાં હવે નવાબને નહિ પણ કમ્પની સરકારને આપવાં પડે તેથી તપાસ થઈ. પરિણામે તેર લાખ છેતાલીસ હજાર સાતસું છ— પાઉંડ ખરા લેણું ક્ય. અને બાકીની રકમ દગાની ગણી નામંજૂર કરી.
મદ્રાસના નવા અને જુના પ્રાંત (૧૭૮૫-૧૮૭૭) ઉપર કહેવાઈ ગયું છે કે પિટ્ટનું ઈન્ડિયા બિલ સને ૧૭૮૯માં પસાર થયું. ત્યાં સુધી તે મદ્રાસ ઇલાકામાં મદ્રાસની આસપાસ કંઇક જમીન અથવા ઉત્તર સિરકારનો મુલક એટલું જ કમ્પનીના હાથમાં હતું. મદ્રાસમાં પહેલી જમાબન્દી ઉત્તર સિરકારની કરવામાં આવી હતી.
૧૭૬૫ માં લોર્ડ કલાઈવે બંગાળાની દીવાની લીધી તેની સાથે સિરકારના ચાર પ્રાંત, શીકાકેલ રાજમંદિ, ઇલેર, અને કોન્ડપિલી, એનું બક્ષીસપત્ર કરાવી લીધું હતું. કેટલેક કાળે તેના ઉપર પ્રાંતિક અમલદારો અને સભાઓ મૂકવામાં આવ્યાં, અને બંગાળાના પ્રાંતના જેવી રાજ્યપદ્ધતિ દાખલ કરી.
૧૭૭૫ માં અધ્યક્ષસભાએ ઉત્તર સિરકારની વસતિ, પેદાશ, વેપાર રોજગારની સ્થિતિ, રાજ્યની કુલ ઉપજ, અને ખેડુત તથા જમીનદારોના હકોની બાબતમાં તપાસ કરવા સારૂ એક ફરતી કમિટી નીમવાને ઠરાવ કર્યો. તે સભાએ વળી એમ પણ ઈચ્છા બતાવી કે જમીનદારોને તેમની વાર્ષિક ઉપજની બાબતમાં નિર્ભય કરવા, અને ખેડુતો પાસેથી અણઘટતા હક લેવાતા હોય તે બંધ કરવા. વળી બંગાળામાં જેવા કાયદાઓ દાખલ કર્યા છે તેવા કાયદાઓ સિરકારમાં દાખલ થઈ શકે કે કેમ તે બાબત પણ આ કમિટીને નક્કી કરવાનું હતું. આ પ્રમાણે કમિટી નીમાઈ હતી પણ ૧૭૭૮ માં સર