________________
બ્રિટિશ હિંદુસ્તાનને આર્થિક ઇતિહાસ
એક ગામડું એટલે ખેડવાણ અથવા પડતર જમીનના સેંકડો અથવા હજાર એકરને એક જ. રાજ્યદષ્ટિએ જોતાં એક સમસ્તસંસ્થા. તેના અમલદારો અને નોકરોનું વર્ણન નીચે પ્રમાણે.
“૧ પટેલ અથવા મુખ્ય માણસ તેનું કામ; ગામની તમામ બાબતની સામાન્ય દેખરેખ રાખવી, વસતિના કછુઆ ચુકવવા, અને મહેસુલ ઉઘરાવવી. તે માણસ ગામની તમામ વસતિની સ્થિતિથી પુરતો વાકેફ હોવાથી મહેસુલ ઉઘરાવવાના કામને માટે તો સહુથી વધારે લાયકાત ધરાવનારો. (૨) દફતરી-તેનું કામ હીસાબ રાખવાનું અને ગામની દરેક અગત્યની બાબતની નોંધ રાખવાનું. (૩) તલીયાર અને તોટી, પહેલાનું કામ પોલીસ તરીકે ગુન્હાની ખબર રાખવાનું, મુસાફરોને વળાવું કરવાનું વગેરેબીજાનું કામ મેંલનું રક્ષણ કરવાનું. (૪) શીમ શેઢા તપાસનાર–એને શેઢાની દેખરેખ રાખવી અને તકરારને પ્રસંગે પુરાવા આપવા. (૫) તળાવ વગેરેનો તપાસ રાખનાર. એનું કામ ખેતીના કામ માટે પાણી વહેંચવાનું (૬) બ્રાહ્મણ ગોર-મહેતાજી (૭) જોશી. (૮) સુતાર લવાર, (૯) કુંભાર ( ૧૦ )
બી (૧૧) ગોવાળ (૧૨) વૈદ (૧૩ ) નર્તકી (૧૪) ગવૈઓ (૧૫) કવિ. આ એક ગામનું કચેરી મંડળ કોઈ ઠેકાણે વધારે પણ હોય, કોઈ ઠેકાણે થોડા પણ હેય. આ બધાં કામો માટે દરેક ગામમાં પાકી ગોઠવણ ખરી.
આ સાદી સ્થાનિક સ્વરાજ્યપદ્ધતિ નીચે લેકે પરાપૂર્વથી રહેતા આવ્યા છે. ગામની સીમમાં કંઈ ફેરફાર થયો નથી. અને જો કે કેટલીકવાર લડાઈ, દુષ્કાળ કે મરકીથી ગામને નુકશાન થયાં હશે; વખતે ઉજજડ થયાં હશે; પણ ગામનાં નામ તેનાં તે, હદ તેની તે, હિત તેનાં તે, અને કુટુંબ પણ તેનાં તે, યુગો થયાં હજી કાયમ છે. રાજ્યની કે બાદશાહતોની ઉથલપાથલની વસતિ કાંઇજ દરકાર કરતી નથી. જ્યાં સુધી ગામ આબાદ રહે ત્યાં સુધી બાદશાહત કોની છે અથવા બાદશાહતના હકકે કોને જાય છે એ બાબતની તે લેક