________________
૧ ૧૦
પ્રકરણ ૩ જુ.
-
--
સભા મંડપની પેઠે લાજ આવે એવાં પુરાણ જરીકામનો ઉપયોગ ન કરતાં સાચા નવીન સગુણના ખરા સંગીને અને જીવતા નમુના બેસાર્યા. પિલ બેન્ફિડે પિતાના સુદ્ધાં આઠ સભાસદે ગઈ પાર્લામેન્ટમાં દાખલ કર્યા હતા, હાલના ........... ની નસોમાં શુદ્ધ લેડીના કેટલા ઉભરાઈ જતા ઝરા એણે દાખલ કર્યા નહિ હોય !
આપના પ્રધાનો માટે આ થાકેલે વૃધ્ધ સૈનિક લન્ડનની ચુંટણીમાં આગળ પડ્યો. અને આપને યાદ હશે કે તે જ સ્વાર્થ સારૂ તેણે એક મોટી જાહેર ઓફીસ અથવા દુકાન જેવું રાખ્યું હતું જ્યાં છેલ્લી સાર્વજનિક ચૂંટણીનું બધુ કામકાજ કરવામાં આવતું હતું. ઉઘાડી રીતે વ્યાં બેન્ફિલ્ડના આરનીઆ અને મુખત્યારને હાથેજ તમામ વહીવટ ચાલતો હતો; એની વ્યવસ્થા હિંદી ધોરણે ચાલતી હતી; અને હિંદનાજ હક સાચવવાને તેમાં હેતુ હતો. આ પાપનો ભરેલો સુવર્ણનો કલશ આ દેશના આટલા બધા લોકોએ–આટલા બધા અમીર ઉમરાવોએ, તળીઆ સુધી ગટગટાવીને ખાલી કર્યો હતો. તમે એમ ધારો છો કે આ દુષ્ટ કર્મોને કંઈ બદલે નહિ આપ પડવાનો, ? તથા તમે ધારે છે કે આ બેશરમ પીધેલપણાના અને રાષ્ટ્રિય ક્ષાચરને કંઈ બદલે આપણી પાસે માંગવામાં નહિ આવે ! આ રહ્યો! અહીં જ છે ! અહીંઆ, તમારી સન્મુખ જ છે ! તમારી ચુંટણીની વ્યવસ્થા કરનાર સદ્ગહરથને શેઠને નુકશાન ન થવા દેવું જોઈએ, અને તેટલા સારૂ બેડિ અને તેના સોબતીએના દાવા તપાસની પાર મૂકાવા જોઈએ. એ
ઇંગ્લંડના લેકોએ અને અમીરોએ સુવર્ણ કળશ ખાલી કર્યો અને હિંદુસ્તાન પાસે નાણું માગ્યાં. કર્ણાટકના ખેડુતો પાસે નાણાં લેવાનાં હતાં માટે બેન્ફિલ્ડના દાવા વગર તપાસે મંજૂર થયા. આવા બધા દાવા વગર તપાસે મંજૂર થતાં તોફાન વધ્યું, અને લેણદારોનાં ગાડગાડાં આમ એકદમ શ્રીમાનું થવાને માટે કર્ણાટક આવ્યાં. કર્ણાટકના નવાબ ઉપર બે કરોડ ત્રણ લાખ
+ આટના નવાબના કરજ બાબત બર્કનું ભાષણ