________________
પ્રકરણ ૩ .
૧૭૬૩ માં પારિસના સંધિ થયો. પાંડીશેરીનું સ ંસ્થાન અને બીજી કેટલીક જગાએ ક્રેચને પાછી સોંપવામાં આવી. પણ ઈંગ્રેજો દક્ષિણ હિંદમાં સર્વેાપરી રહ્યા. ઇંગ્રેજને બનાવેલા મહમદઅલી કર્ણાટકને નવાબ થયા; પણ ગ્રેજની સ્વાંગ મિલકત તા મદ્રાસની આસપાસની થેાડી જમીન અને બંગાલા તરફના પૂર્વના કિનારા, એટલીજ હતી.
કર્ણાટક,
કર્ણાટકના નવાબ મહમદઅલીનું સ્વરૂપ ગાલાના નવાબ મીરકાસમના કરતાં તદ્દન ઉલટુંજ હતું. મીરકાસમ નિશ્ચયવાળા અને બળવાન માણસ હતા. મહમદઅલી નબળેા અને મેાજશેખી હતા. મીરકાસમ બ્રિટિશ પ્રભાવથી દૂર રહીને રાજ્યવ્યવસ્થાની રચના કરવા સારૂ પેાતાની રાજધાની મેાંધીર લઇ ગયા; મહમદઅલીએ પેાતાની રાજધાની આકાટ છોડીને બ્રિટિશાના શહેરમાં મદ્રાસમાં મેાજશાખની વચ્ચે રહેવાનુ પસંદ કર્યું. મીરકાસમ અડગ હતા. કરકસર કરવાવાળા હતા, અને ગાદીએ આવ્યા પછી એ વર્ષની અંદર બ્રિટિશનું તમામ દેવુ તેણે પતાવી દીધુ; મહમદઅલી કમ્પનીનુ દેવુ વાળા સક્યા નહિ અને કરજમાં વધારે ને વધારે ઘસડાયે. મીરકાસમ બંગાળાના મુલકી વેપાર પોતાની રૈયતના હાથમાં રાખવા સારૂ બ્રિટિશ સાથે લડયેા; મહુમદઅલીએ પોતાની જમીન બ્રિટિશ શાહુકારાને કકડે કકડે માંડી આપી અને આખરે પોતાના તમામ મુલક નાણાં ધીરનારાઓના હાથમાં સાંપી દીધા. મીરકાસમને તેના રાજ્યમાંથી કહાડી મુકવામાં આવ્યા હતા, અને તે પરદેશમાંજ મરણ પામ્યો. મહમદઅલીએ અકીર્તિકર પરત ત્રતામાં, મેાજશાખ અને ફરજમાં જીવન ગાળ્યું, અને પાકી ઉમરે મરણ પામ્યા. પૂર્વના બ્રિટિશ સામ્રાજ્યમાં બળવાન રાજાને માટે સ્થાન ન હતું; અને નબળા રાજાને જીવવાની, નાણાં વ્યાજે લેવાની, અને રાજ્યની ઉપજમાંથી વ્યાજ ભરવાની છૂટ આપવામાં આવી હતી.
८४