________________
બ્રિટિશ હિંદુસ્તાનના આર્થિક ઇતિહાસ,
૯૫
આ નમળા રાજાના અમલ દરમિયાન કમ્પનીને પેાતાના પ્રભાવ અને પેાતાની સત્તા વધારવાનું બહુ સુગમ પડયું. કમ્પનીને અહી બંગાળાની પેઠે કર્ણાટકના દીવાનના અધિકાર લેવાની જરૂર પડી ન હતી. ઉલટું દીવાન અને નિઝામ ( મહેસુલી વહીવટદાર અને લશ્કરી સરદાર ) એ અને અધિકાર નામમાં તે મહમદઅલીનાજ હાથમાં હતા; અને ખરી સત્તા જ વાસ્તવિક રીતે કમ્પનીના હાથમાં હતી. દેશનું લશ્કરી રક્ષણ કમ્પનીએ હાથમાં લીધું, અને નવાબની ઉપજને થોડા ભાગ તે સારૂ માંડી લીધા. કમ્પનીની માગણી લડાઈની સાથે વધવા માંડી, અને નવાબે કંપનીની માગણી પૂરી પાડવા સારૂ કમ્પનીના નાકરા પાસે નાણાં વ્યાજે લેવાની વિચિત્ર રીત આદરી.
આના કરતાં વધારે ગંભીર કૃત્ય તે આ નાણાં માટે જે જમાનગરી આપી તે હતું. પોતાના ખાનગી સ ંગ્રહમાંથી નાણાં લેવાની અશક્તિ અથવા નામરજીને લીધે તેણે રાજ્યની ઉપજ ખાનગી લેણુદારાને માંડી આપી. નવાબના ખેડુતેા નવાબના મટી ધીરનારની સત્તામાં ગયા. ખેતરેામાં જે પાક ઉતરે તેના ઉપર બ્રિટિશ શાહુકારાની જાયુની ટાંચ કાયમજ હતી. નવાબના નાકરાએ ઘણીવાર દબાણ અને કારડાથી ઉધરાવેલાં નાણાં યુરોપ મોકલાવી દેવા સારૂ કમ્પનીના નાકરાને સાંપી દેવામાં આવ્યાં. આખું કર્ણાટક ટાપરા વિનાનુ નાળીએર થઇ રહ્યું. દક્ષિણ હિંદનાં ગામ પાદર એક મોટી ઇજારદારની જાગીર થઇ રહી. અને ખેડુતા ખેડતા અને મજુરા મજુરી કરતા તે ઉપજ યુરેાપ મોકલવા માટે.
આથી દેશને અને સ્વદેશીને બમણુ ં નુકસાન થયું. નવાબની ઉધરાતની પદ્ધતિએ સખ્ત અને નિર્દય છતાં સ્થિતિસ્થાપક હતી; અને તેની લેતરી વર્ષોવર્ષ ઉત્પન્ન થતા પાકને અનુકૂલ થાય તેવી હતી. પણ જ્યારે બ્રિટિશ દાખલ થયા તે વખતે નવાબની નિર્દયતાની સાથે બ્રિટિશ પદ્ધતિની સખ્તાઇ અને અકડાઇના યાગ થયા. નવાબના શાહુકારોના હૂકા સખ્તાઇથી લેવાવા