________________
ર
પ્રકરણ ૩ જી.
કમ્પનીને માથે પડે છે, અને કમ્પનીનુ ભારે રકમેનુ કરજ વસુલ કરવાને પ્રસ ંગ મુલતવી રહ્યાં કરે છે, ”
વારન હેસ્ટિંગ્સ જેણે કમ્પનીના નાકરાના બંગાળાના મુલક વેપારના અનન્યાધિકારના દાવાની સામે વાંધા ઉઠાવ્યા હતા, તે આ વખતે મદ્રાસની રાજ્યસભાને એક સભાસદ હતા અને તેણે મદ્રાસના કમ્પનીના નાકરેને ખાનગી હિસામે આૉંટના નવાબની ઉપજ માંડી લેવાનું બંધ કરવા ખરા દિલથી યત્ન કર્યાં હતા. ઉપરના પત્ર મળ્યા પછી આ બાબતમાં ભરાયલાં પગલાંના સંબંધમાં એક પત્રમાં તે લખે છે કેઃ—
“ આપના હુકમને અમે આમ અર્થ સમજ્યા છીએ. કર્ણાટકનાં કેટલાંક પરગણાંની ઉપજ નવાબે પાતાની સહી સિક્કાથી કેટલાક માણસોને માંડી આપી છે; પણ તે ઉપજ કમ્પનીના કરજમાં ન ભરાતાં બીજા ખાનગી કરને પેટ ભરાય તે આપને પસ ંદ નથી; અને આ સ્વતંત્ર હક નવાબને અથવા આપના કરેાતા આપ કબૂલ રાખતા નથીઃ અને તેની,પહેલાંના દસ્તાવેજોની રૂએ જે જમીન મડાણુ થયેલી છે તે જમીન ઉપરના હક આપના નાકરેા છેડી દે એવી આપ માગણી કરે; આમ થાય તે પછી નાળને અમારે ખબર આપવી કે કમ્પનીનાં કર્જ વસુલ આપવાં એ તમારૂ પહેલું કામ છે; અને તે પ્રમાણે નવાબ કબૂલ કરે એટલે ખાનગી કરજો માટે નવાબ સાથે સામીલ થઇ કમ્પનીની સત્તાથી યોગ્ય બદોબસ્ત કરવાની આપ મંજુરી આપે છે..
આ રાજ્યસભાના અધ્યક્ષ અને મિ. પુત્રે એ બન્નેએ આપના હુકમ પ્રમાણે પોતાના હકા છેોડી દીધા છે અને તેમનાં કરજ વસુલ કરવા બાબતમાં કમ્પનીને શરણુ થયા છે. અને આપના હુકમ પ્રસિદ્ધ થયા પછી કમ્પનીના ઘણા નેકરા આ દાખલાને અનુસર્યાં છે. પણુ કમ્પનીના નાકરેના મોટા ભાગ હજી અમે જે રસ્તા બતાવ્યા છે તે રસ્તે કમ્પનીને શરણ થયા નથી, અને એમના ઉપર તે બાબતનુ દબાણુ કરવું એ અમને યાગ્ય લાગતુ' નથી.”